સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

જામનગરમાં પાછળથી વાહન ભટકાડયા પછી અંધારામાં લઇ જઇ છરી બતાવી લૂંટ ચલાવી

 જામનગર તા. ૧૨ : અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશમાં સુભાષભાઈ વ્રજલાલભાઈ માવાણી એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી સુભાષભાઈ પોતે પોતાના એલીએટર મોટરસાયકલમાં એકલા ગ્રેઈન માર્કેટથી ઘરે જતા હતા ત્યારે ત્રણ અજાણ્યા યુવાનો એ વિ–માર્ટ પાસે મેઈન રોડ ઉપર સ્પીડ બ્રેકર પાસે આરોપીઓએ પાછળથી નંબર પ્લેટ વગરના હિરોહોન્ડા મોટરસાયકલમાં આવી ફરીયાદી સુભાષભાઈના પાછળ  વાહનમાં ભટકાડી અને બોલચાલી કરી બાદ ત્યાંથી છરી બતાવી અપહરણ કરી પંચવટી ગીતા મંદિર પાસે અંધારામાં લઈ જતા ત્યા મારકુટ કરી છરી બતાવી ફરીયાદી સુભાષભાઈ પાસેથી મોબાઈલ ફોન સેમસંગ કિંમત રૂ.૯૦૦૦ જેમાં સીમકાર્ડ નં. ૯૪ર૮૭ર૮૩૦ર તથા રોકડા રૂ.૩૦૦૦ની લુટ કરી આ કામના આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

પરણિતાએ ગળાફાંસો ખાધો

અહીં સત્યમ કોલોની, કિષ્ના રેસીડેન્સી મકાન નં.૧૦રમાં રહેતા મનોજભાઈ કુવરજીભાઈ રાવળદેવ એ સીટી-સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, રીટાબેન મનોજભાઈ કુવરજીભાઈ રાવળદેવ, ઉ.વ.૩ર, રે. સત્યમ કોલોની, કિષ્ના રેસીડેન્સી, મકાન નં.૧૦ર, જામનગરવાળા પોતાના ઘરે પોતાના હાથે ગળા ફાંસો ખાઈ મરણ ગયેલ છે.

બિમારી સબબ મૃત્યુ

ધ્રોલ ગામે રહેતા મયુરરાજસિંહ સુખદેવસિંહ જાડેજા એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે,  સુખદેવસિંહ બનુભા જાડેજા, ઉ.વ.પુખ્ત રે. ગાયત્રીનગર, ધ્રોલ ત્રણેક માસથી બિમાર હોય અને બીમારી દરમ્યાન કમળો થઈ જતા સારવાર દરમ્યાન એકદમ શ્વાસ ઉપડતા મરણ ગયેલ છે.

સગીરાનું અપહરણ

અહીં સીટી-સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જામસીંગ વજીયાભાઈ સીંગાડ એ ફરીયાદ નોંધાવી છેકે, તા૩૧–૧ર–ર૦૧૮ના મેહુલ સીનેમા સામે, સી.એન.જી. પેટ્રોલપંપ પાછળ હિરાપાર્ક સોસાયટી ફરીયાદીના રહેણાંક ઝુપડેથી જામસીંગભાઈની સગીર વયની દિકરીને  દિલીપ નેમસીંગ ડામોર, રે. વડલીયા ગામ, તા.જાબુઆ રાજય મઘ્યપ્રદેશ વાળો ભગાડી જઈ ગુનો કરેલ છે.

પોલીસ જોઈ કાર મુકી શખ્સ નાશી ગયો : ૩ બોટલ દારૂ મળી આવ્યો

અહીં પંચ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. વિરેન્દ્ર પરબતસિંહ જાડેજાએ ફરીયાદ નોંધાવી છે કે, ઠેબા ચોકડીથી ખીજડીયા બાયપાસ વચ્ચે અજાણ્યો આરોપી એક કાળા કલરની હુન્ડાઈ કાર નંબર વગરનીમાં ઇગ્લીશ દારૂની ૩ બોટલો કિંમત રૂ. ૧ર૦૦ની સ્થળ પર મુકી નાશી જઈ ગુન્હો કરેલ છે.

બે મહિલા સહિત પાંચ  જુગાર રમતા ઝડપાયા

એલ.સી.બી. શાખાના એમ.કે.પટેલે તા. ૧૧ ના રોજ અંધાશ્રમ પાસે આવેલ સિઘ્ધનાથ સોસાયટી શેરી નં. ૧ માં જાહેરમાં તીનપતી વડે જુગાર રમી રહેલ ભગવતીબેન જયેન્દ્રસિંહ જાડેજા, સોનલબેન ભગવાનજીભાઈ પંડયા, જયુભા વકતાજી પરમાર, ચંદુભા વકતાજી પરમાર, અનિરૂઘ્ધસિંહ ભુપતસિંહ દેદાને રોકડ રૂ. ૭૪૦૦ સાથે ઝપડી પાડયા હતા.

થેલામાંથી રોકડ ઉઠાવી  જતો અજાણ્યો શખ્સ

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં વનીતાબેન જયસુખભાઈ ચૌહાણ એ ફરીયાદ નોંધાવી છે કે, જોડીયા ગેઈટ ગાંડાલાલ શામજીના દુકાન પાસે કોઈ અજાણ્યો ચોર ઈસમ ફરીયાદી વનીતાબેનના થેલામાંથી રોકડ રૂ.પ૦૦૦ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

દારૂની બોટલ સાથે  એક ઝડપાયો

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. જોગીન્દ્રસિંહ સિયારામસિંહ ચૌહાણ એ ફરીયાદ નોંધાવી છે કે, રાંદલનગર, રાંદલ માતાજીના મંદિર પાસે અનિરૂઘ્ધસિંહ ઉર્ફે અનોપસિંહ વાઘેલા,  દારૂ બોટલ નંગ–૭ કિંમત રૂ.૩પ૦૦નો રાખી ઝડપાઈ ગયેલ તથા આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિત્યો રાઠોડ, દારૂ પુરો પાડી હાજર નહીં મળી આવતા આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ગુરૂદ્વારા ચોકડી પાસે જુગાર રમતા પાંચ ઝડપાયા

અહીં સીટી બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. કિશોરભાઈ રવજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, ગુરૂદ્વારા ચોકડી પાસે, જલારામ નગર, જલરામ સ્ટોર્સ થી આગળ આ કામના આરોપી પ્રવિણભાઈ ઉર્ફે સુખો કાળુભાઈ માણેક, અલીભાઈ ઈસ્માઈલભાઈ સમા, મહેશભાઈ મોહનભાઈ બલદાણીયા, રવીભાઈ બાબુભાઈ વીરમીયા, રાજુભાઈ ઉમેદભાઈ મુંદ્રા જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી કુલ રોકડા રૂ.૩૦પ૭૦ તથા ગંજીપતાના પાના નંગ–પર,  સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

(3:32 pm IST)