સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

જામમગરમાંથી ૧૩૨ બોટલ દારૂ પકડાયો

શાંતિનગર વિસ્તારમાં બી ડીવીઝન પોલીસના દરોડા

જામનગર તા ૧૨ :  જામનગર શહેરના શાંતિનગર વિસ્તારમાંથી ૧૩૨ બોટલ ઇંગ્લીશ દારૂનો જથ્થો જામનગર સીટી બી ડીવીઝન પોલીસે પકડયો છે.

આ અંગેની પ્રથમીક માહીતી મુજબ જામનગર જીલ્લામાં દારૂ જુગારની બદી નાબુદ કરવા પોલીસ અધિક્ષક શરદ સીંઘલ ની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક એ.પી. જાડેજા  સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર વી.એસ. લાંબા સાહેબના માર્ર્ગદર્શન મુજબ આજ રોજ સીટી બી. પો.સ્ટે. ના  સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ  સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ  સટાફના પોલીસ હેડ કોન્સ. ચંદ્રવિજયસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ. હિતેન્દ્રસિંહ જાડેજા તથા કિશોરભાઇ પરમાર ને ચોક્કસ બાતમી મળેલ કે, અહિં આગળ શાંતિનગર-૧ ના છેડે રહેતા હિતેન્દ્રસિંહ કલુભા રાઠોડ પોતાના રહેણાંક મકાને અંગ્રેજી દારૂનો જથ્થો રાખેલ છે, જે હકીકત આધારે રેઇડ કરતા આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતયો કલુભા રાઠોડ, રહે. શાંતિનગર, શેરી નં.૧ ના  છેડે, જામનગર વાળો ઘરે હાજર મળી આવેલ  નહીં  અને  તેના મકાનમાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલો નંગ ૧૩૨ જેની  કિંમત રૂા ૬૬૦૦૦/- નો મુદામાલ  રેઇડ દરમ્યાન પકડી પાડેલ અને આરોપી હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતીયો કલુભા રાઠોડ, રહે. શાંતિનગર શેરી નં.૧ ના છેડે, જામનગર વાળાને શોધી કાઢવા તજવીજ ચાલુ છે.

આ કમગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. વી.એસ. લાંબા તથા પો.કોન્સ. હરેન્દ્રસિંહ જાડેજા તથા ચંદ્રવિજયસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ. જોગીન્દ્રસિંહ  ચોૈહાણ તથા હિતેન્દ્રસિંહ જાડેજા તથા કિશોરભાઇ પરમાર તથા અમીતભાઇ નિમાવત તથા ભુપતભાઇ પાટડીયા દ્વારા કરવામાં આવેલ છે.

(3:31 pm IST)