સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

થાનગઢના ખુનના ગુનામાં પકડાયેલા આરોપીઓનો છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા.૧૨ : ૨૦૧૩ની સાલમાં કનુ સોલંકી વઢવાણવાળો તેના મામાના ગામ થાનગઢ હોય તે દરમિયાન રાત્રીના બનાવને અંજામ આપવા પૂર્વ આયોજનથી ભવાન પ્રેમજી, હરી પ્રેમજી, શાંતિભાઇ પ્રેમજી, બોઘાભાઇ પ્રેમજી, તથા ભરત હિરા છરી લાકડીથી તીક્ષણ હથિયાર સાથે ફરીયાદી મુળજી ઉર્ફે ભીમા રાજાભાઇ મકવાણાને ત્યાં જઇ છરીના ઘા કરી શરીરે જીવલેણ અને ગંભીર ઇજા કરી ફરીયાદીને ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ખુનનો ગુન્હો કરેલ હોવાથી ફરીયાદ જાહેર થયેલ જે અન્વયે સુરેન્દ્રનગરના એડી. ડીસ્ટ્રીકટ જજશ્રી પાનેરીએ તમામ આરોપીઓને મર્ડર તથા અન્ય ગુન્હામાં  નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની વિગતે મુળજીભાઇ ભીમાભાઇ મકવાણાએ  તેના ભાણેજ કનુ હિરા વાઘેલા બાંધકામ કોન્ટ્રાકટના કામકાજ કરવા આરોપી ભવાન, હરી, શાંતિ, બોૅઘો વગેરે સાથે હતો અને હાલ આરોપીઓથી છુટો થઇ સ્વતંત્ર કામ કરતો હોવાના કારણે ધંધા ખારના લીધે આરોપીઓએ રાત્રી દરમિયાન ફરીયાદીની ઓસરીમાં સુતા હતા તે દરમિયાન ભાણેજ કનુ હીરાને ભવાન પ્રેમજી વાઘેલા વગેરે પ વ્યકિતઓ હથિયાર સાથે આવી ખુન જેવા ગુન્હાને અંજામ આપેલ. જેની તપાસ પુર્ણ થતા ટ્રાયલ દરમિયાન બચાવપક્ષે વકીલ જે.એચ.ગોંડલીયાની રજૂઆતો મુજબ તમામ પંચો ફરી ગયેલ જાહેર થયેલ હોય  અને આરોપી નં.પ મરણ જનાર કનુનો સગો ભાઇ હોવાથી તમામ સાક્ષીઓ દ્વારા અગાઉ કરેલ નિવેદનથી જૂદુ નિવેદન આપી આરોપી નં.પ ને બચાવવા તથા આરોપી નં.૧ થી ૪ ને ખોટી રીતે ફસાવવા રેકર્ડથી વિરૃધ્ધ સાહેદીઓ આપેલ જેથી આરોપીઓ દ્વારા ગુન્હો બનેલ હોવાનુ સ્પષ્ટ રીતે માની શકાય તેમ ન હોવાથી અને મરણ જનાર બાંધકામ કોન્ટ્રાકટનું કામ કરતા હોવાનુ રેકર્ડ પર આવેલ ન હોય જેથી રાગદ્વેષથી ખોટી સ્ટોરી ઉત્પન્ન કરી ફરિયાદ કરેલ હોયય જેમાં તપાસનીસ અધિકારીએ ફરીયાદને અનુરૃપ તપાસ કરી રજૂ કરેલ હોય જે વિગતોને ધ્યાને લઇ તમામ આરોપીને નિર્દોષ છોડી મુકતો હુકમ ફરમાવેલ છે.

આરોપી ભવાન પ્રેમજી વાઘેલા વગેરે ૪ વતી ગોંડલીયા એસોસિએટસના જયેન્દ્ર એચ.ગોંડલીયા, સુરેન્દ્રનગરના ધર્મેશ સદાડીયા તથા હિરેન ડી.લીંબડ, રાજેશ ડાંગર, મોનીષ જોશી, કુલદિપસિંહ વાઘેલા, હિતેન્દ્રગીરી ગોસ્વામી, વિરલ વડગામા, ભરત ડી.સીતાપરા, ભુમીતાબેન તથા ક્રિષ્નાબેન પીઠડીયા વકીલ તરીકે રોકાયેલ હતા.(૪૫.૯

(3:26 pm IST)