સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

ધોરાજીમાં pgvclની પરિક્ષા સામે આવેદન

 pgvcl વીજ હેલ્પરની પરીક્ષા લેવાયેલ તેમા મેરિટ સાથે ચેડા કરી જે ઉમેદવાર ને ૪૨૬ હતા તેના ૨૦૭ કરી ઓડર આપેલ એના પગલે બહુજન સિકયુરિટીના નેજા હેઠળ વિશાળ સંખ્યામા ઉમેદવારો ઉમટી પડ્યા હતા . રસ્તા પર બેસી   pgvcl  અને સરકાર વિરોધ સૂત્રોરચાર કર્યા હતા અને માંગણી કરી હતી તાત્કાલીક ભરતિ રદ કરવામા આવે અને સિન્યોરીટી મુજબ ભરતિ કરવામા આવે. અને દોષિતોને કડક સજા કરવામા આવે . તેવી માંગ કરી હતી. બહુજન સિકયુરિટી ફોર્સના પ્રમુખ અને યુવા કાર્યકર સંકેત મકવાણાએ ચિમકી ઉચ્ચારેલ હતી ૭ દિવસની અંદર ભરતિ પ્રકિયા રદ કરો અને દોષીતોને સજા કરો નહીંતર  pgvcl  કૌર્પૌરટ ઓફિસે આશ્ચર્યજનક કાર્યકર્મ આપશું તેમ અંતમાં જણાવાયું હતું.(૨૨.૨)

(2:32 pm IST)