સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

કચ્છ સરહદે બિનવારસુ પાકિસ્તાની બોટ ઝડપાઇઃ બે માછીમારો બોટ છોડી ફરાર

ભૂજ, તા.૧૨: બીએસએફ ની ૧૦૮ બટાલિયને પેટ્રોલીંગ દરમ્યાન ભારતીય જળસીમામાંથી એક પાક બોટ ઝડપી પાડી છે. બે માછીમારો સાથે ભારતીય જળસીમામાં ઘુસી આવેલી આ પાકિસ્તાની બોટના બન્ને માછીમારો બીએસએફની સ્પીડ બોટનો અવાજ સાંભળીને પોતાની બોટ છોડીને નાસી છૂટ્યા હતા. ઝીરો પોઇન્ટ પાસેથી બિનવારસુ ઝડપાયેલી આ બોટમાંથી ત્રણ મોબાઈલ ફોન અને બે પાકિસ્તાની સિમ કાર્ડ ઉપરાંત માછીમારીનો સામાન મળી આવ્યો છે. નાસી છૂટેલા બંને માછીમારોને ઝડપવા બીએસએફના જવાનોએ ક્રિક વિસ્તારમાં પેટ્રોલીંગ વધારી દીધું છે. છેલ્લે ૨૬/૧૧/૧૮ ના મુંબઈ હુમલાની વરસીના દિવસે આ વિસ્તારમાંથી જ બિનવારસુ પાક બોટ ઝડપાઇ હતી.(૨૩.૪)

(12:12 pm IST)