સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

ખંભાળિયા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ૩૩.૮૨ લાખના ખર્ચે સિમેન્ટ રોડ બનશે : ખાતમુહુર્ત થયુ

કારોબારી ચેરમેન દિપેશ ગોકાણીના હસ્તે કામનો પ્રારંભ

ખંભાળિયા તા.૧૨ : ન.પા. દ્વારા વોર્ડ નં.૩માં આવેલ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં નરસી ભુવન પાછળ તિરૂપતી સોસા.થી ગોજીયા એન્જી. સુધી સી.સી.રોડ બનાવવાનુ કામ (અંદાજી એસ્ટીમેઇટ રૂ.૧૯.૬૧ લાખ) તથા શિવહરી એપા.થી સાવન ફર્નીચર સુધી સીસીરોડ બનાવવાનુ કામ (અંદાજીત એસ્ટીમેઇટ રૂ.૧૪.૨૧) એમ કુલ બે કામો કે જેની અંદાજીત કિંમત રૂ.૩૩.૮૨ જેવી થવા પામે છે. આ બંને કામોનુ ખાતમુર્હુત તાજેતરમાં ખંભાળિયા ન.પા.ના વોર્ડનં.૩ના સદસ્યશ્રી અને કારોબારી ચેરમેન દિપેશભાઇ પી.ગોકાણીના હસ્તે યોજાયુ હતુ.

આ વિસ્તારના લોકોની ઘણા લાંબા સમયથી આ વિસ્તારમાં રોડ બનાવવાની માંગણી હતી જે માટે ન.પા.ના ચેરમેન દિપેશભાઇ પી.ગોકાણીના સઘન પ્રયત્નોથી સરકારશ્રીની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના યુડીપી ઘટક હેઠળ ઉકત બંને રોડનુ કામ મંજુર થયેલ.

આ બંને રોડના ખાતમુહુર્તમાં ન.પા.ના પ્રમુખ શ્વેતાબેન એ.શુકલ, ઉપપ્રમુખ પી.એમ.ગઢવી, કારોબારી ચેરમેન દિપેશભાઇ પી.ગોકાણી, વોર્ડ નં.૩ના સદસ્યશ્રીઓ ભાવનાબેન જે.પરમાર, કીરીટભાઇ આર.ખેતીયા, હંસાબા બી. જાડેજા તથા ઇશાભાઇ હાજીભાઇ ઘાવડા તેમજ ન.પાના અન્ય સદસ્યો તેમજ ભરતભાઇ ચાવડા, અમીતભાઇ શુકલ, અશોકભાઇ કાનાણી, ભીખુભાઇ જેઠવા, માનભા જાડેજા, રાજીવભાઇ ભુંડીયા, સંજયભાઇ ચુડાસમા તથા અન્ય ભાજપ આગેવાનો ન.પા.ના વોટર વર્કસ ઇજનેર મુકેશ એલ.જાની તેમજ આ વિસ્તારના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા.(૪૫.૩)

(12:11 pm IST)