સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

મોરબીમાં શેરીમાં ઝઘડો કરતા બાળકોને સમજાવવા જતા આકાશ ઉર્ફે આકલા પર હુમલો

રીયાઝ સેડાત અને તેની પત્ની નઝમા સામે ફરિયાદ

મોરબી, તા.૧૨: મોરબીના કામધેનું પાર્ટી પ્લોટ નજીક બાળકોના ઝઘડામાં સમજાવવા ગયેલ યુવાનને મહિલા સહિતના બે શખ્શોએ માર મારી ઈજા પહોંચાડી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

મળતી વિગત મુજબ મોરબીના કામધેનું પાર્ટી પ્લોટ નજીક રહેતા આકાશ ઉર્ફે આકલો મંગલભાઈ થોરી (ઉ..વ.૩૦) નામના યુવાને ફરિયાદ નોંધાવી છે કે શેરીમાં ફરિયાદી તેમજ આરોપીના બાળકો રમતા રમતા ઝદ્યડો થયો હોય અને ફરિયાદી સમજાવવા અને ઠપકો આપવા જતા આરોપીઓને સારું નહિ લાગતા આરોપી રીયાઝ કાદર સેડાત (ઉ.વ.૩૦) અને નજમાબેન એ બંનેએ તેને લોખંડના તવો અને લાકડાના ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી છે.

 

(12:10 pm IST)