સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

ધોરાજી વોંકલા કાંઠા વિસ્તારમાં લાઇનમાં ભંગાણ પડતાં હજારો લીટર પાણી વેડફાયું..

ધોરાજી, તા.૧૨:  નગરપાલિકા દ્વારા પાણીની સપ્લાય દરમિયાન કોઈ કારણોસર વોંકળા કાઠાં વિસ્તારમાં વોટર સપ્લાયની નવી લાઇનમા ભંગાણ પડતાં હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો..

ભાજપના શાસનકાળ દરમિયાન સમગ્ર શહેરમાં પીવાના પાણીની નવી લાઈનો કરોડો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા નાખવામાં આવી હતી. જે પાણીની લાઈનો શહેરમાં અનેક સ્થળો એ લીકેજ હોવાની સતત લોક ફરિયાદો ઉઠવા પામી હતી. નવી લાઈનો તૂટવાના અનેક બનાવો બનતા રહ્યા છે..તો નવી લાઈનોમાં અમુક વિસ્તારોમાં પાણી સપ્લાય ન થતી હોય તો અમુક વિસ્તારમાં પ્રેશરથી પાણી ન આવતું હોવાની પણ સમસ્યા ઉદભવી છે..

પાણીની નવી લાઈનમાં લીકેજની સમસ્યા થી કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવેલ કામગીરી સામે સીધો જ સવાલ ઉભો થાય છે. તો શાસકો દ્વારા આ મામલે તપાસ થાય અને બેજવાબદારો સામે કાર્યવાહી થાય તે આવશ્યક છે. ધોરાજીમાં નવી લાઈનોમાં રોજબરોજ સમસ્યા સર્જાવા થી લોકો હાલાકી ભોગવી રહ્યા છે..(૨૨.૪)

(12:09 pm IST)