ઉપલેટામાં શ્રેષ્ઠ ગીર ગાય, ગીર ખુંટ તથા અશ્વ પ્રદર્શન તથા હરિફાઇ
ઉપલેટા તા.૧૨ : પ્રથમ વખત માધવ યુવા ગ્રુપ તથા ન.પા.ના સહયોગથી ગૌશાળા તથા પાંજરાપોળના લાભાર્થે તા. ૧૩ રવિવારના રોજ મારૂતી ઇન્ડ. સામે પોરબંદર રોડ પર શ્રેષ્ઠ ગીર ગાય પ્રદર્શન, ગીર ખુંટ પ્રદર્શન, શ્રેષ્ઠ કાઠીયાવાડી ઘોડી, ઘોડા પ્રદર્શન મારવાડી ઘોડી ઘોડા પ્રદર્શન અશ્વ ડાન્સ પ્રદર્શન સ્પર્ધા રાખેલ છે.
સ્પર્ધામાં જે સ્પર્ધકોએ ભાગ લેવાનો હોય તેઓએ તા. ૧૩ના રોજ સવારના ૯ વાગ્યા પહેલા સ્થળ ઉપર રજીસ્ટ્રેશન કરાવવુ ફરજીયાત છે. વધુ માહિતી માટે પાર્થભાઇ દાનાભાઇ ચંદ્રવાડીયા મો. ૯૯૦૪૩ ૨૬૮૮૮ સંપર્ક કરવો. રાત્રે કસુંબલ લોકડાયરો રાખેલ છે. જેમાં કલાકારો માલદેભાઇ આહીર, હાર્દિકભાઇ પ્રફુલભાઇ દવે ગ્રુપના સથવારે રાખવામાં આવેલ છે. તા.૧૪ના સોમવારના રોજ રેવાલ ચાલ પ્રદર્શન, શ્રેષ્ઠ અસવાર તથા કૌશલ્ય પ્રદર્શન ગરો લેવો, પાટી દોડનો કાર્યક્રમ રાખેલ છે. આ સ્પર્ધામાં વિજેતા થનાર ૩ સ્પર્ધકોને રોકડ ઇનામ શિલ્ડ અપાશે તથા સન્માનપત્રો અપાશે.
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પ.પુ.શ્રી શેરનાથ બાપુ, મનસુખભાઇ સુવાગીયા, રામકુભાઇ ખાચર, ભુપતભાઇ વાળા સહિતના વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ એક યાદીમાં પાઠવાયુ છે.(૪૫.૬)