સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

ગોંડલમાં ગાળો બોલવાની ના પાડતાં ચંદુભાઇને ચંદુભાઇએ છરી ઝીંકી

રાજકોટ તા. ૧૨: ગોંડલ ભગવતપરામાં રહેતાં અને સેન્ટીંગ કામની મજૂરી કરતાં ચંદુભાઇ બચુભાઇ રાઠોડ (ઉ.૪૦) નામના દલિત યુવાનને પડોશી ચંદુ ગોવિંદભાઇ બાબરીયાએ ઝઘડો કરી છરીથી ઇજા કરતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ છે.ચંદુભાઇ રાઠોડના કહેવા મુજબ પડોશી ચંદુ બાબરીયા અવાર-નવાર ઘર પાસે ગાળો બોલતો હોઇ ગઇકાલે પણ આમ કરતાં તેને ઘરથી દૂર જવાનું કહેતાં ઉશ્કેરાઇ જઇ હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ ગોંડલ સીટી પોલીસને જાણ કરી હતી.

શાપરનો સોનુ ભુલથી ઉંદર મારવાની દવા પી ગયો

શાપર વેરાવળ શિતળા મંદિર પાસે રહેતો સોનુ શિવરામ યાદવ (ઉ.૨૩) ઉંદર મારવાની દવા પી જતાં રાજકોટ ખસેડાયો હતો. તે ભુલથી દવા પી ગયાનું પોલીસને જણાવ્યું હતું. (૧૪.૫)

(12:07 pm IST)