સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

જામકંડોરણા પંથકમાં યુવતિ સાથે કોૈટુંબીક ભાઇનો બળાત્કાર!: ભગાડીને લગ્ન કર્યા પછી બેફામ ત્રાસ

રવિ ચાવડા તથા તેને મદદગારી કરનાર તેના કાકા વિનુ ચાવડા, પિત્રાઇ રમેશ, ભરત અને સાગરના પણ ફરિયાદમાં આરોપી તરીકે નામઃ યુવતિએ અનહદ ત્રાસથી કંટાી છુટાછેડાની વાત કરતાં જેઠે કહ્યું-તેના માટે ૧II લાખ રૂપિયા થાયઃ પોલીસે ગુનો નોંધી તપાસ આદરીઃ યુવતિએ કહ્યું-ભાઇ-બહેનના લગ્ન કેમ થાય? તો કોૈટુંબીક ભાભુ મુકતાબેને કહ્યું- અત્યારે કળીયુગ છે, બધાના લગ્ન થાય!!

રાજકોટ તા. ૧૨: જામકંડોરણા પંથકમાં ૧૯ વર્ષની એક યુવતિ ઘરમાં એકલી હતી ત્યારે તેના કોૈટુંબીક ભાઇએ ઘરમાં ઘુસી જઇ બળજબરીથી બળાત્કાર ગુજારતાં અને બાદમાં તેણીને ભગાડી જઇ લગ્ન કરી લીધા પછી પણ બળજબરી આચરી દારૂ પી મારકુટ કરી ત્રાસ ગુજારતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. જામકંડોરણા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ મામલે પોલીસે યુવતિની ફરિયાદ પરથી ધોળીધાર ગામના વતની રવિ કેશુભાઇ ચાવડા, તેના કાકા વિનુભાઇ ચનાભાઇ ચાવડા, કોૈટુંબીક ભાઇઓ રમેશ ભાયાભાઇ ચાવડા, ભરત ભાયાભાઇ ચાવડા અને સાગર જેન્તીભાઇ ચાવડા સામે આઇપીસી ૩૭૬ (કે) (એન), ૩૭૬ (બી), ૪૫૦, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ કુંવારી હતી ત્યારે અને લગ્ન બાદ પણ રવિએ બળજબરીથી બળાત્કાર ગુજાર્યાની અને બીજા લોકોએ યેનકેન પ્રકારે ત્રાસ-ધમકી આપી મદદગારી કર્યાનો ગુનો નોંધાયો છે.

યુવતિએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે આજથી આઠેક મહિના પહેલા પોતે કુવારી હતી ત્યારે ઘરમાં બપોરે બે વાગ્યા આસપાસ માતા-પિતા હાજર ન હોઇ કોૈટુંબીક મોટાબાપુનો દિકરો રવિ કેશુભાઇ ચાવડા આવ્યો હતો. તેને શું કામે આવ્યો? તેમ પુછતાં તેણે બળજબરીથી પકડી પલંગ પર પછાડી દીધી હતી અને બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ કોઇને વાત કરી તો માતા-પિતાને મારી નાંખશે તેવી ધમકી આપી હતી. એ પછી બીજા દિવસે ફરીથી તે બપોરના સમયે આવ્યો હતો અને ફરીથી બળજબરી કરી હતી. ત્યારબાદ તેણે કહેલ કે લગ્ન કરી લેવા છે, તું ડોકયુમેન્ટ આપી દેજે તેમ કહ્યું હતું. એ પછી પંદરેક દિવસ બાદ બપોરે રવિ ફરીથી આવ્યો હતો અને તેના મમ્મી મુકતાબેન પાસે લઇ ગયો હતો અને બંનેના લગ્નની વાત કરી હતી. એ વખતે તેણીએ કોૈટુંબીક ભાભુ મુકતાબેનને 'ભાઇ-બહેનના લગ્ન થઇ શકે?' તેમ પુછતાં મુકતાબેને-'અત્યારે કળીયુગ છે, બધાના લગ્ન થઇ શકે' તેમ કહ્યું હતું.

ત્યારબાદ તા. ૩૦/૫/૧૮ના રોજ રવિ બાઇક લઇને આવ્યો હતો અને પોતાને રવિના માસી ગોંડલના ચોરડી ગામે રહે છે ત્યાં લઇ ગયેલ. ત્યાં લગ્નના કાગળો તૈ્યાર કરાવાયા હતાં. કોઇ વકિલ મારફત પાટણવાવ લઇ જઇ લગ્ન નોંધણી કરાવી હતી. એ પછી રવિના માસીના ઘરે ત્રણ દિવસ રોકાયેલ. ત્યારે રવિએ મરજી વિરૂધ્ધ સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ વેકરી ગામે રવિના મામાના દિકરાના ઘરે રોકાયા હતાં. ત્યાં ત્રણ મહિના રોકાયા હતાં. એકાદ મહિના બાદ રવિના કાકા વિનુભાઇ, તેના બાપાના દિકરા રમેશભાઇ, ભરતભાઇ, સાગર સહિતના આવ્યા હતાં. આ લોકોને પોતાને ગામમાં જતાં રહેવું છે તેમ કહેતાં આ લોકોએ હવે તું ગામમાં આવીશ તો તારા માતા-પિતાને જાનથી મારી નાંખશુ તેવી ધમકી આપી હતી.

એ પછી રવિ અવાર-નવાર બળજબરીથી સંબંધ બાંધતો હતો. છેલ્લે શાપર સર્વોદયમાં મકાન ભાડે રાખ્યું હતું અને ત્યાં રહેતાં હતાં. અહિ રવિ કડીયાકામની મજૂરી કરતો હતો. હવે અવાર-નવાર તે દારૂ પી બળજબરીથી વારંવાર સંબંધ બાંધી ત્રાસ આપતો હતો. એક વખત તેના મિત્રની હાજરીમાં જ સાવરણીથી માર માર્યો હતો. ત્યારે મિત્રએ છોડાવી હતી. એ પછી રવિના મોબાઇલમાંથી તેના માતા મુકતાબેનને ફોન કરી રવિ ત્રાસ આપે છે, છુટાછેડા કરવા છે તેમ કહેતાં રવિના મોટા ભાઇ મયુરે ફોનમાં વાત કરી કહેલ કે છુટાછેડા કરવા હોય તો દોઢ લાખ રૂપિયા થાય. તારા બાપા આ રૂપિયા આપે તો છુટુ થઇ શકે.

એ પછી ૩૧/૧૨/૧૮ના રવિ કામે ગયો હોઇ બાજુમાં રહેતાં બિહારી વ્યકિતના ફોનમાંથી તેણીએ પોતાના માતાને ફોન કરી રવ્નિા ત્રાસની વાત કરી પરત ઘરે આવી જવું છે તેમ કહેતાં માતાએ પણ ગભરાઇને જો તું આવતી રહીશ તો અમારા ઉપર પણ ફરિયાદ થશે તેમ કહ્યું હતું. પણ રવિ સતત ત્રાસ આપી બળજબરી કરતો હોવાની વાત કરતાં માતાએ પરત આવી જવાનું કહેતાં પોતે શાપરથી બસમાં બેસી માવતરે પહોંચી હતી. અંતે જામકંડોરણા પોલીસ મથકમાં પહોંચી ફરિયાદ કરી હતી. પીએસઆઇ એસ. એ. સોલંકીએ વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૮)

(12:06 pm IST)