સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

રાજકોટ પાસીંગની એક કાર દ્વારા જેન્તી ભાનુશાળીની રેકી કરાતી'તી

બે હત્યારા ઝડપાયા બાદ ત્રીજા શખ્સની પોલીસ ઓળખ કરી રહી છે

 ભૂજ તા. ૧૨ : જેન્તી ભાનુશાલીની હત્યા બદલ બે શાર્પ શૂટરો શેખર અને સુરજીત ભાઉની ધરપકડ કરી લીધી છે. જેન્તીભાઈની હત્યા કર્યા બાદ બન્ને શાર્પ શૂટરો શેખર અને સુરજીત ઉત્તરપ્રદેશ નાસી છૂટ્યા હતા. પોલીસે છેક ઉત્તરપ્રદેશથી બન્ને શાર્પ શૂટરોને ઝડપી લીધા હતા. અત્યારે બન્ને ની પૂછપરછ કરાઈ રહી છે. દરમ્યાન અત્યાર સુધી મનીષા ગોસ્વામી ભાગેડુ હોવાનું મનાતું હતું. પણ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મનીષા ગોસ્વામી પોલીસના હાથમાં ઝડપાઇ ગઈ છે અને મનીષાએ પોલીસની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. જેન્તીભાઈની હત્યામાં મનીષા ગોસ્વામીની ભૂમિકા મહત્વની હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.ઙ્ગ અત્યારે ઝડપાયેલા બન્ને શાર્પ શૂટરો ને સાથે રાખી પોલીસ હત્યાના બનાવનું રિસ્ટ્રકચર કરશે. હત્યામાં હજી પણ વધુ લોકોની સંડોવણી ખુલી શકે છે. બે પૈકી એક હત્યારો સુરજીત ભાઉ જેન્તી ભાનુશાળીની નજીક હતો.

હત્યામાં સંડોવાયેલા હત્યારાઓ મનીષા ગોસ્વામીની સાથેઙ્ગ પ્લેનમાં ૩જી જાન્યુઆરીએ મુંબઈ થી ભુજ આવ્યા હતા. આ શખ્સો માં સુરજીત ભાઉ અને શેખર હતા, ત્રીજા શખ્સ ની હજી પોલીસ ઓળખ કરી રહી છે. ભુજ આવેલા સુરજીત અને શેખર શાર્પ શૂટર હોવાનું અને તેમણે જેન્તી ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં ગોળી ચલાવી હત્યા કરી હતી. આ હત્યા દરમ્યાન ટ્રેનમાં હત્યાને અંજામ આપવામાં સુરજીત અને શેખર ઉપરાંત એકથી વધુ શખ્સોઙ્ગ પણ હોવાનું પોલીસ માની રહી છે. હત્યારાઓના સગડ મેળવવામાં બે મોબાઈલ નંબર ઉપયોગી બન્યા હતા. દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના બે મોબાઈલ ફોન ઉપરથી જેન્તીભાઈને ધમકીભર્યા ફોન આવતા હોવાનું તેમના ભત્રીજા સુનિલ ભાનુશાલી એ પોલીસને જણાવ્યું હતું. આ ઉપરાંત રાજકોટ પાસિંગની એક કાર દ્વારા જેન્તી ભાનુશાલીની રેકી કરાતી હોવાનું પણ પોલીસ તપાસમાં ખુલ્યું છે.

દરમ્યાન આ હત્યા કેસમાં જેમની સામે ગુનો નોંધાયો છે તે ભુજના પત્રકાર ઉમેશ પરમારે પોતાને આ કેસમાં ખોટા ફસાવાયા હોવાનું જણાવીનેઙ્ગ પોલીસ ફરિયાદ નોંધાવનાર સુનિલ ભાનુશાલી ની વિરુદ્ઘ બદનક્ષી અને એસ્ટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હોવાનું જાણવા મળે છે.(૨૧.૧૨)

 

(12:05 pm IST)