સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

જામનગરમાં ઠંડીના માહોલ વચ્ચે પતંગનો ગરમાવો

જામનગરમાં ઉતરાયણે પતંગ ઉડાડવાનો રિવાજ નથી.. ભાદરવે જામનગરનું આકાશ પતંગોથી ભરેલું રહેતું હોય છે પરંતુ છેલ્લા બે-ત્રણ  વર્ષ થયા જામનગરવાસીઓ પણ મકરસંક્રાંતના દિવસે પતંગ ચગાવવા તરફ આકર્ષાયા છે. જેના પરિણામે જામનગરમાં પતંગનો વેપલો પણ વધી રહ્યો છે. વર્ષો થયા શહેરના ચોક્કસ વિસ્તારમાં જ મળતી દોર-પતંગ હવે શહેરના ખૂણે-ખૂણે મળવા લાગી છે તેમ છતા જામનગરવાસીઓ જામનગરની સ્પેસ્યલ કાચ પાયેલી અને પોતાના હાથે પાયેલી દોરના જ હજુ આગ્રહી રહ્યા છે અને રહે છે. આ વર્ષે શહેરમાં કડકડતી ઠંડીના માહોલમાં  દોર-પતંગનો ગરમાવો દેખાય રહ્યો છે ત્યારે આ દોર પતંગનું યુધ્ધ જામનગરના આકાશમાં ખેલાશે કે પતંગ રસીયાઓ આ જામનગરની દોરનો ઉપયોગ ગુજરાતના અમદાવાદ, રાજકોટ કે બરોડા, સુરત જેવા શહેરમાં જઇને કરશે તે જોવું રહ્યું.(૧૭.૩)

 

(12:04 pm IST)