સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

ગારીયાધારના મોટીવાવડીનું આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન ખંઢેર જેવું

૩-૩ વર્ષથી આ બિલ્ડીંગની માંગ અધિકારીઓને સંભળાતી નથીઃ ૧૬ ગામોના વહિવટ- કામગીરી આ પોલીસ સ્ટેશનમાં થાય છેઃ કામનું ભારણ પણ છેઃ નવા બિલ્ડીંગ માટે જ વહિવટી કાર્યવાહીથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ અજાણ!!

ગારીયાધાર, તા.૧૨: મોટીવાવડી ગામે આવેલું આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખખડધજ હાલતમાં ખંડેર બન્યુ છે જેની અનેક વખત નવા બિલ્ડીંગ માંગણી સાથે કાર્યરત કરવાની માંગ ઉચ્ચારાઇ હતી જે માંગ હવે પુર્ણ થશે ખરી...

ગારીયાધાર તાલુકામાં આવેલું એક માત્ર મોટીવાવડી આઉટ પોસ્ટ પોલીસ મથક છેલ્લા એક દસકાથી નવા બિલ્ડીંગની અભરખા ઝંખી રહ્યુ છે. અહિં પોલિસ સ્ટેશનનું બિલ્ડીંગ ખખડધજ અને ખંડેર હાલતમાં વિરાન બન્યુ છે. આ ખંડેરમાં હાલ પોલિસ નહિ બદલામાં સાપ અને પડકા જેવા પશુઓનું રહેણાંકી સ્થાન બન્યુ છે.

અહિં મોટી વાવડી આઉટ પોસ્ટ પોલીસ મથક પર ૧૬ ગામોની જવાબદારીની એક બીટ છે. જેને છેલ્લા એક દસકાથી ગારીયાધાર પોલીસ મથકથી ચલાવાઇ રહ્યું છે. ૨૦૧૫, માંડવી હત્યાકાંડ સમયે અને ૨૦૧૭માં આ ઓ.પી.પોલીસ સ્ટેશનને શરૂ ની અનેક વખત માંગો ઉચારાઇ છે. જે તે સમયે ડીવાયએસપી માંજરીયા દ્વારા પણ આ ઓ.પી.પોલીસ મથક બાબતે કાર્યવાહિ હાથ ધરાઇ હતી. પરંતુ બાદ આ બાબતે કોઇ ખરાઇ કરવામાં આવી નથી.

જયારે આ બાબતે હાલના ડીવાયએસપી આર.ડી.જાડેજાને પુછતા તેમણે જણાવ્યુ હતુ કે આ બાબતે પોલીસ દ્વારા ક્રાઇમ, કેસ જેવી અનેક બાબતો પુર્નતા કરીને કાર્યવાહિ થતી હોય છે અને તેમને આ બાબતે જાણ ન હોવાથી આ બાબતે તપાસ કરી આગળ કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.

વળી, હાલના સમયમાં મોટીવાવડી આઉટ પોલીસ સ્ટેશને પોતાના બિલ્ડીંગની આવશ્યકતા અને લોકોની માંગણીને ધ્યાનમાં લઇ સતાધારી નેતાઓ દ્વારા નવું બિલ્ડીંગ મંજુર થાય તે જરૂરી બન્યુ છે. તેવી લાગણી પ્રવર્તી રહી છે.(૨૩.૬)

(12:04 pm IST)