સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

ગારીયાધાર-મોટીવાવડી આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનના નવા બિલ્ડીંગની વર્ષો જૂની માગણી કયારે પુર્ણ કરાશે?

ગારીયાધાર તા. ૧ર :.. મોટી વાવડી આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખખડધજ હાલતમાં ખંડેર બન્યુ છે જેની અનેક વખત નવા બિલ્ડીંગ માંગણી સાથે કાર્યરત કરવાની માંગણી ઉઠી છે.

તાલુકામાં એક માત્ર મોટીવાવડી આઉટ પોસ્ટ પોલીસ મથક છેલ્લા એક દસકાથી નવા બિલ્ડીંગની અભરખા ઝંખી રહ્યુ છે. અહીં પોલીસ સ્ટેશનનું બિલ્ડીંગ ખખડધજ ખાતે ખંડેર હાલતમાં વિરાન બન્યુ છે. આ ખંડેરમાં હાલ પોલીસના બદલામાં સાથ અને  પડકા જેવા પશુઓનું રહેણાંકી સ્થાન બન્યું છે.

મોટી વાવડી આઉટ પોસ્ટ પોલીસ મથક પર ૧૬ ગામોની જવાબદારીની એક બીટ છે. જેને છેલ્લા એક દસકાથી ગારીયાધાર પોલીસ મથકથી ચલાવાઇ રહયુ છે ર૦૧પ મંડળી હત્યાકાંડ સમયે અને ર૦૧૭ માં આ ઓ. પી. પોલીસ સ્ટેશનને શરૂ કરવા અનેક વખત માગણી કરવામાં આવી છે. (પ-ર૧)

(12:04 pm IST)