સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

વાંકાનેરમાં પ્લાસ્ટિક પ્રદુષણ અટકાવવા વિદ્યાર્થીઓની રેલી યોજાઇ

વાંકાનેરમાં આજે સવારે નવેક વાગ્યે પ્લાસ્ટિક હટાવો-દેશ બચાઓના સુત્રોચ્ચાર તથા બેનરો સાથે રેલીનું આયોજન કરાયું હતું. વિદ્યાભારતી સ્કૂલ સહિત સાત સ્કૂલોના વિદ્યાર્થીઓ-શિક્ષકગણ તથા સામાજિક આગેવાનો સાથેની આ રેલીનું પ્રસ્થાન ગ્રીન ચોકથી મહમદભાઇ રાઠોડ તથા અમરશીભાઇ મઢવીએ કરાવેલ. આ રેલી બજાર રોડ થઇ ચાવડી ચોકથી રામચોકમાં સમાપન થયેલ જે તસ્વીરમાં દર્શાય છે. (૮.૭)

(11:57 am IST)