સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

વાંકાનેરની અંધ-અપંગ ૧૧૦૦ ગૌ માતા માટે દાનની સરવાણી વહાવવા ગૌભકતોને અપીલ

વર્ષમાં એક જ દિવસ ગૌમાતા માટે દાન માંગતી આ સંસ્થાને દરરોજ ૫૦ હજારથી વધુનો ખર્ચઃ દાન સ્વીકારવા રાજકોટ-મોરબી-જામનગર-સુરેન્દ્રનગર વાંકાનેર-જામખંભાળીયામાં વ્યવસ્થા

વાંકાનેર તા ૧૨ :  અંધ, અપંગ અશકત ગૌમાતાની સેવાની જયોત પ્રસરાવતી વાંકાનેર જીવનપરા વિસ્તારમાં અંઘ, અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટ સંસ્થામાં અંધ-અપંગ ગૌ માતા અનેતેનો પરિવાર મળી કુલ ૧૧૦૦ થી વધુ ગૌ માતાનું વાંકાનેરની આ ગૌ શાળામાં ગાયમાતાને લીલા-સુકા ઘાંસ ઉપરાંત ગોળ-ખોળ વિગેરે અપાય છે. અને સાથે નિષ્ણાંત પશુ ચિકિત્સક દ્વારા નીયમીત સારવાર પણ આપવામાં  આવે છે.

પ્રમુખ અને ટ્રસ્ટીઓએ વાંકાનેરનાં અંધ-અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટ દ્વારા બાજુના રાજાવડલા રોડ ઉપર ગૌ માતા માટે આટ એકર જગ્યામાં પંદસો થી વધુ ગૌ માતાનો નિભાવ માટે ૧૪ મોટા પાકા  શેડ, વિશાળ ઘાસ ગોડાઉન, પમણી માટેના અવેડાઓ સહીતની વ્યવસ્થાકરવામાં આવી છે.

આ ઉપરાંત અંધ-અપંગ ગૌશાળાની રાજાવડલા રોડ ઉપરની ગોપાલવાડીમાં ગૌમાતા માટે રૂા ૭ કરોડ ના ખર્ચે અધ્યતન ગૌ નિવાસની કામગીરી પુરજોશમાં ચાલીરહી છે. હાલમાં નવા શેડ, બે ઘાસ ગોડાઉન, ચોખ્ખા પાણીના અવેડાઓ તેમજ  ગૌશાળામાં પાકા રસ્તાનું કામ પૂર્ણ થયેલ છે.

આ ગૌશાળામાં બાલ-ક્રિડાગણ, ગૌ ગાર્ડન, સીનીયર સીટીઝન પાર્ક, ચબુતરો, ગૌમાતાનું મંદિર સહીતની જરૂરી તમામ સુવિધાઓ ગૌમાતાઓને આ ગૌશાળામાંમળી રહેશે.

વાંકાનેર અંધ, અપંગ ગૌશાળાની ગૌમાતાના નિભાવ માટે દરરોજ ૫૦ હજારથી વધારે રોજીંદો ખર્ચ હોય, આ માટે દાતાઓને સહયોગ અતિ જરૂરી હોય ગૌમાતાના નિજ નિવાસ સ્થાન માટે દાનની સરવાણી વહાવવા ટ્રસ્ટી મંડળ, રાજકોટ ગૌસેવા સમિતી તથા મોરબી તથા જામનગર ગૌ સેવા સમિતિએ અપીલ કરી છે. ગૌમાતા માટે દાન આપવાનો અનેરો દિવસ ગણવામાં આવે છે. સોૈરાષ્ટ્રના ગૌ પ્રેમી, ગૌ ભકતો, જીવદયા પ્રેમીઓ તથા જેમના મનમાં અબોલ જીવ પ્રત્યેમાનવતા મહેકે છે.

વાંકાનેર અંધ-અપંગ ગૌ આશ્રમના પ્રમુખ તથા ટ્રસ્ટીઓ, રાજકોટ ગૌ સેવા સમિતી મોરબી, જામનગર ગૌ સેવા સમિતી એ દાન માટેની અપીલ કરી છે.

વાંકાનેરની અંધ-અપંગ ગૌશાળાના  ટ્રસ્ટીઓએ  અંધ-અપંગ ગૌમાતા ઉપરાંત જુદા જુદા ગામની ગૌશાળાને મદદરૂપ થવા, ગૌમાતાના નિભાવ માટે મકર સંક્રાંતિના પાવન દિને મંડપો (છાવણી) નાખવાની પ્રેરણા અને સહયોગની જરૂરતમાં સાથ સહકાર આપવાની પણ તૈયારી દર્શાવીછે.

રાજકોટમાં મકર સંક્રાતિના પાવન પર્વ નિમીતે વાંકાનેર અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટ દ્વારા રાજકોટ મધ્યે અંબિકા પાર્ક, સ્વામીનારાયણ ગુરૂકુળ, સોરઠીયાવાડી (ઘનશ્યામભાઇ), કોટેચા ચોક, પ્રદિપભાઇ, ગાયત્રી એન્જી.કોર્પો., રાધે હોટલ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, ઇન્દીરા સતોષ પટેલ ડેરી પાસે, પાણીનો ઘોડો, પેડક રોડ, બાલાજી હોલ ૧૫૦ ફૂટ રીંગ રોડ, જાગનાથ મંદિર, પુષ્કરધામ મંદિર, મવડી મેઇનરોડ, અમીન માર્ગ, પંચનાથ મંદિર, માયાણી ચોક, રૈયા ચોકડી, સાધુ વાસવાણી રોડ, ગંગોત્રી ડેરી, સોરઠીયાવાડી, રાણી ટાવર, ત્રિકોણબાગ, નંદાહોલ, ઝેલેલાલ મંદિર, લીલા ખડપીઠ, જંંકશનપ્લોટ, બજરંગ સોડા, સ્વામીનારાયણ ચોક, બાપાસીતારામ ચોક, એરોડ્રામ રોડ, કે.કે.વી. હોલ, એસ્ટ્રોન સોસાયટી, પંચાયત ચોક, નાણાવટી ચોક, કિશાનપરા, સદ્ગુરૂ સાનિધ્ય ચોક (સંતકબીર રોડ), પેલેસરોડ  આશાપુરા મંદિરની બાજુમાંઙ્ગઙ્ગઙ્ગઙ્ગ ગુંદાવાડી, મવડી મેઇનરોડ (મહીલા ગૃપ), ચિરાગ હોસ્પિટલ સામે૮૦ ફૂટ મેઇન રોડ, રૈયા રોડ, સાધુ વાસવાણી રોડ કોર્નર,એસ.એન.કે. ચોક, યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ સ્વામીનારાયણ મંદિર પાસે, એસ્ટ્રોન ચોક, રાજનગર ચોક, ત્રિમુર્તિ બાલાજી મંદિર ૧૫૦ ફૂટ રીંગ રોડ, આબલીયા હનુમાન જંકશન, સાધુ વાસવાણીરોડ ભવાની ગોલા સામે, ત્રિવેણી ગેઇટ સંતકબીર રોડ, શીવ ફેમીલી રેસ્ટોરન્ટ કુવાડવા રોડ, જય ઓટો કન્સ્લટન્ટ ૮૦ ફૂટ રોડ, અકિલા ચોક, ગુંદાવાડી ચોરા પાસે, રામાપીર ચોકડી, રામેશ્વર ચોક, આમ્રપાલી ફાટકપાસે, બાઇા અનુમાન કરણસિંહજી બોડ, નાના મવા રોડ, મવડી મેઇનબોડ ખોડીયાર ડેરી પાસે, શેઠનગર મોદી એસ્ટેટ, ગોંડલ ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી તેમજ જામનગરમાં નીચેના સ્થળે દાન સ્વીકારશે જામનગર બાલા હનુમાન મંદિર સામેતળાવની પાછળ, સેન્ટ અંશ સ્કુલ સામે, પંડીત નહેરૂ માર્ગ, કિરીટસ્વીટ એન્ડ નમકીન પટેલ કોલોની-૯, ચાંદી બજાર ચોક, રણજીતનગર પટેલ સમાજની વાડી પાસે, રામેશ્વર-ર સરદાર ભવન, ખોડીયાર કોલોની પાસે, ગુરૂદત્તાત્રેય મંદિર પાસે, એમ્યુઝન પાર્ક, જનતા ફાટક, ઇન્દીરા રોડ, પટેલ પાર્ક, બેડી ગેઇટ, ઉદ્યોગનગર ફેઇસ-૩ ખાતે વ્યવસ્થા કરવામાંઆવેલ છે.

મોરબીમાં

મોરબીમાં ખોડિયાર રેસ્ટોરન્ટ જુના બસ સ્ટેન્ડપાસે, સદ્ગુરૂ મીલ્ક પોઇંટ, શનાળા રોડ, દીના પ્રોવિઝન વર્ધમાન રેડીડન્ટ કેનાલ રોડ, પટેલ મેડીકલ  રવાપર રોડ, ગાંધી ચોક પેટ્રોલ પંપની બાજુમાં, મયુર પાન પંચવટી સોસાયટી નવયુગ સ્કુલ પાસે, ડાયમંડ માર્કેટ રવાપર બોડ, નવા બસસ્ટેન્ડ પાસે સરદાર સ્ટેચ્યુ, શકિત પુષ્પ ભંડાર ગ્રીન ચોક, લીલા લહેર રવાપરા રોડ, ઉમીયા સર્કલ શનાળા રોડ, શ્રીજી પાર્ક-ર, રવિપાર્ક, વાવડી રોડ, આદર્શ સોસાયટી સરદાર બાગ, ભાવિકા પ્રોવિઝન ગોપાલ સોસાયટી, મારૂતી જનરલ ઋષભનગર, રાજામેડીકલ સ્ટોર સાવસર પ્લોટ મેઇન રોડ, બાલાજી પ્રવિઝન માધાપર ઝાંપા સામે, જાગૃતિ નોવેલ્ટી શકિત પ્લોટ, નજરબાગ રેલ્વે સ્ટેશન  આકાશ એપાર્ટમેન્ટ લખધીર વાસ, ગેંડા સર્કલ, એવન્યુ પાર્ક રવાપર રોડ, મહેશ્વરી મેડીકલ રાજનગર, ખોડીયાર પ્રવિઝન કુબેરનગર, નહેરૂ ગેઇટ ચોક,સ્વાગત હોલ કેનાલ ચોકડી રવાપરા રોડ, સ્વામીનારાયણ મંદિર શનાળા રોડ, સિધ્ધી વિનાયક ધનુડા, અવધ શ્રીકુંજ સોસાયટી, બાલાજી પ્રોવિઝન અવની ચોકડી, ડો. દિલીપભાઇ ભટ્ટ ન્યુ ગુજ. હા., પસંદ ચા-નવા ડેલા રોડ, ઉત્સવ  પ્રોવિઝન પાટીદાર  ટાઉનશીપ, રઘુવીર એસ.ડી.પી.સી.ઓ વસંત પ્લોટ, બંસીધર ડેરી ફાર્મ મહેન્દ્રનગર ચોકડી, ઉમા ટાઉન શીપ ચોક મોરબી-ર, વૃંદાવન પાર્ક ગેઇટ મોરબી-ર, વૃષભ નગર ગેઇટ મોરબી-ર રામદુત પાન-શ્રીમદ રાજનગર પંચાસર રોડ, સરદારનગરે

સુરન્દ્રનગર માં અમર સેલ્સ કંપની જુના ગેઇટ સ્ટેશન પાસે, રાજમંદિર પાસે- મલહાર ચોક, માતૃશ્રી કોમ્પ્લેક્ષ રતનપર (જોરાવરનગર)  કો્ઝવે પાસે, દિપ ચશ્મા ઘર,ન્યું અંડર બ્રીજ પાસે, ૮૦ ફૂટ રોડ નવરંગ સોસાયટી પાસે, નવા જંકશન રોડ, કુન્તુનાથ દેરાસર ચોક પાસે તેમજ

વાંકાનેર માં શ્રી અંધ અપંગ ગૌ આશ્રમ ની ઓફીસ જીનપરા, જયશ્રી રામ દુગ્ધાલય (ભાઇલાલભાઇ પેંડાવાળા) તેમજ જીતુભાઇ સોમાણી ગૃપ માર્કેટ ચોક, ગૌશાળા ઓફીસ, ગોપાલવાડી રાજાવડલા ઓફીસ તેમજ જામખંભાળીયામાં મુકેશભાઇ પંચમતીયા તેમજ ગૌ સેવા સમિતી સાગર એન્ટરપ્રાઇઝ પોષ્ટ ઓફીસ રોડ, વાંકાનેરની અંધ-અપંગ ગૌ માતાઓ માટે ઉપરોકત સ્થળે દાન સ્વીકારવા માટે છાવણીઓ (મંડપ) ઉભા કરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહી દાન સ્વીકારશે. આ ઉપરાંત વાંકાનેર, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, જામખંભાળીયા વિગેરે ગામોમાં ગૌ સેવા પ્રચાર રથપ ણ ફરશે. જગદીશભાઇ શાસ્ત્રીજી, અશ્વીનભાઇ રાવલ, હરીશભાઇ બુધ્ધદેવ, મહેશભાઇ રાજવિર, અલ્પેશભાઇ પુજારા, ગૌરવભાઇ કાનાબાર, રવિભાઇ ભીંડોરા, નિલેશભાઇ ચંદારાણા, વિપુલભાઇ દત્તાણી ઉપસ્થિત રહ્યા હતા જે તસ્વીરમાં દર્શાય છે. (૪.૨)

(11:56 am IST)