સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

ગુરૂદેવ પાર્કના પટેલ શૈલેષભાઇ ટોપીયાનું બેભાન હાલતમાં મોત

મોરબી રોડ પર ઝૂપડામાં રહેતી મુળ કેશોદની આદિવાસી પરિણીતા રોશનીએ પણ બેભાન હાલતમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૨: કુવાડવા રોડ પર ગુરૂદેવ પાર્ક-૯માં રહેતાં શૈલેષભાઇ ભવાનભાઇ ટોપીયા (ઉ.૪૫) નામના લેઉવા પટેલ આધેડ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ બી-ડિવીઝનમાં જાણ કરતાં પીએસઆઇ આર. એસ. સાકરીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર શૈલેષભાઇ ચાર ભાઇ અને ત્રણ બહેનમાં નાના તથા અપરિણીત હતાં. તે પાનની કેબીન ચલાવતાં હતાં. તેમને ટીબીની બિમારી હતી. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

અન્ય બનાવમાં મોરબી રોડ જકાત નાકના પાસે રહેતી મુળ કેશોદની રોશનીબેન સંજય આદિવાસી (ઉ.૨૨)ને કિડનીની બિમારી હોઇ બેભાન થઇ જતાં પતિએ હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ અહિ મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ બી-ડિવીઝનમાં જાણ કરતાં પીએસઆઇ સાકરીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતાં. (૧૪.૫)

(11:53 am IST)