સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

સૌરાષ્ટ્રમાં વહેલી સવારે ઠંડીનો ચમકારો : ધુમ્મસ છવાતા મુશ્કેલી

રાજકોટ-ભાવનગર-જુનાગઢ, દ્વારકા, ભૂજ સહિતના શહેરોમાં ૧૧થી ૧૭ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ : સવારે ધુમ્મસને કારણે હાઇ-વે પર વાહન વ્યવહાર તથા રેલ્વે વ્યવહારને અસર

ભાવનગરમાં શીત લહેર :ટાઢાબોળ પવન ફૂંકાતા ભાવનગરમાં શીત લહેર યથાવત રહી છે. ઠંડી સામે રક્ષણ મેળવવા તાપણું કરી રહેલાઓ જોવા મળી રહ્યા છે. (તસ્વીર વિપુલ હિરાણી-ભાવનગર)

રાજકોટ, તા. ૧ર : છેલ્લા બે-ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં ઠંડીનું પ્રમાણ ઓછુ થઇ રહ્યું છે, પરંતુ આજે વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો જોકે ૮-૩૦ વાગ્યે બાદ સૌરાષ્ટ્રમાં મુખ્ય શહેરોમાં લઘુતમ તાપમાન ૧૧ થી ૧૭ ડીગ્રી જેટલુ નોંધાયું હતું, પરંતુ આજે ધુમ્મસ છવાઇ થતાં લોકોને ભારે મુશ્કેલી સર્જાઇ હતી.

વહેલી સવારે ઠંડીના ચમકારા બાદ ધોરાજી, ગોંડલ, રાજકોટ સુધી ગાઢ ધુમ્મસ છવાઇ જતાં હાઇ-વે ઉપર વાહન ચાલકોને ભારે મુશ્કેલી સર્જાઇ હતી. ધુમ્મસને કારણે એસ.ટી. બસના સમયપત્રકને તથા રેલ્વે વ્યવહારને માઠી અસર પહોંચી હતી.

દરમિયાન રાજયની હવામાન કચેરીએ આજે સવારે ૮-૩૦ વાગ્યે નોંધેલા ઠંડીના આંકડાઓ આ મુજબ છે.

અમદાવાદમાં ૧૬ ડીગ્રી, ડીસામાં ૧૩ ડીગ્રી, વડોદરામાં ૧૯ ડીગ્રી, સુરતમાં ૧પ ડીગ્રી, રાજકોટમાં ૧૭ ડીગ્રી, ભાવનગર ૧પ ડીગ્રી, વેરાવળમાં ૧૭ ડીગ્રી, દ્વારકામાં ર૦ ડીગ્રી, ઓખામાં ર૧ ડીગ્રી, ભુજમાં ૧૭ ડીગ્રી, નલીયામાં ૧૬ ડીગ્રી, સુરેન્દ્રનગરમાં ૧૭ ડીગ્રી, મહુવામાં ૧પ ડીગ્રી સુધી લઘુતમ તાપમાન નોંધાયેલ. (૮.પ)

(11:52 am IST)