સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

આજની યુવા પેઢી ટેલેન્ટેડ છે પરંતુ માર્ગદર્શન અભાવે ખોટી રાહ પકડે છે

પંચવડા - ડી.બી.પટેલ આટકોટમાં શિબિર પ્રસંગે સમણ શ્રુતપ્રજ્ઞજીનું મનનીય પ્રવચન

જસદણ તા. ૧૨ : દુનિયામાં સ્વામી વિવેકાનંદ જેવી પ્રતિભાની કમી નથી, કમી છે રામકૃષ્ણ પરમહંસ જેવા કુશળ માર્ગદર્શનની. આજની પેઢીમાં ટેલેન્ટ છે, પણ યોગ્ય માર્ગદર્શનના અભાવે એ જીવનની ખોટી રાહ પકડે છે. આજની પેઢીને કંઈક વિશેષ અને નવું કરવું છે પણ તેની પાસે સમર્થ મેન્ટર નથી. એટલે જ આજની પેઢી કન્ફયુઝ છે. અર્જુનને કૃષ્ણ મળી ગયા, હનુમાનને જામવંત મળી ગયા,વિવેકાનંદને રામકૃષ્ણ મળી ગયા, ગાંધીને શ્રીમદ્દ રાજચંદ્ર મળી ગયા અને એટલે એ કંઈક બની શકયા. આજનું જનરેશન આવા મેન્ટરના અભાવે દિશાભ્રમિત છે. આ વિચારો પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશનના પ્રમુખ સમણ શ્રુતપ્રજ્ઞજીએ પાંચવડા વિદ્યા આરંભ અને આટકોટની ડી.બી. પટેલ હોસ્ટેલમાં શિબિર દરમ્યાન રજુ કાર્ય હતા.

સમણ શ્રુતપ્રજ્ઞજી રાજકોટમાં પીસ ઓફ માઈન્ડ ફાઉન્ડેશન ચલાવે છે, તેઓ ૩૦થી વધુ દેશોમાં યાત્રા કરી લોકોને એમની આંતરિક શકિતઓથી પરિચિત કરાવે છે. ભારતમાં તેઓ સ્કૂલ અને શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોના મોટિવેશનલ શિબિરો યોજે છે. એમની વાતો વિધ્યાર્થીઓને સ્પર્શે એવી હોય છે. એ અંધ વિશ્વાસથી પરે રહી બાળકોમાં આત્મ નિર્ભરતા, સ્વયં શિસ્ત અને માનવીય મૂલ્યોનું ઘડતર થાય એવા પ્રયત્નો કરે છે. દર વર્ષે શિબિરોના માધ્યમથી તેઓ ૩૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ સુધી આ સંદેશો પહોંચાડે છે. એ કહે છે કે બાળકો જ દેશનું ભવિષ્ય છે, એની માનસિકતા સમજીને એની સાથે કાર્ય કરવામાં આવે તો ભરપૂર સફળતા મળી શકે છે.ઙ્ગ

સમણજી ત્રણ દિવસથી અહીં વિદ્યાર્થીઓની શિબિર લઇ રહ્યા છે. એમનામાં આત્મ વિશ્વાસ કેમ જાગે, સત્ય અને પ્રામાણિકતા જેવા મૂલ્યો પ્રત્યે નિષ્ઠા કેમ વધે, પોતાની અંદર છૂપાયેલી ક્ષમતાને બહાર કેમ લાવી શકે એવા યોગ અને ધ્યાન આધારિત પ્રયોગો વળે અને અસરકારક પ્રવચનો દ્વારા સાત્વિક કાર્ય કરી રહ્યા છે. એનાથી બાળકોમાં ખૂબ હકારાત્મક પરિણામો આવી રહ્યા છે. ઘર એ જ સ્વર્ગ, પરિવર્તન, શકિતપાત, જિંદગી ખૂબસૂરત છે જેવા સિત્તેરથી વધુ પુસ્તકો લખી આપે માનવીને માનવી બનાવવાનો યજ્ઞ માંડ્યો છે. મહત્વની વાત એ છે કે આ બધી જ શિબિરો તેવો કોઈ પણ જાતના સ્વાર્થ વગર માત્ર ઉમદા હેતુથી કરે છે. એમની સાથે ઓકસફોર્ડ વિશ્વ વિદ્યાલયના ડોકટર ગ્રેહામ દ્વાયાર - ગંગારામ વર્ષોથી જોડાયેલા છે.

ભારતમાં મહેંદીપુર બાલાજી જયપુરની નજીક છે તેને કેન્દ્ર બનાવી ભૂતપ્રેત પર પી.એચ.ડી.ની ડિગ્રી લીધેલ છે.એ પણ સમણજીની માફક અલગારી બનીને આ સેવા કાર્ય કરી રહ્યા છે.એમની આવી કોઈ પણ શિબિરો રાખવી હોય તો એમના કાર્યાલય જામનગર રોડ, માધાપર પાસે આવેલી વિનાયક વાટિકામાં આભાવલયમાં મોં. ૯૪૨૭૩ ૬૬૧૬૪ ઉપર સંપર્ક કરી કાર્યક્રમ ગોઠવી શકાય છે. (૨૧.૨)

 

(9:57 am IST)