સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત

કેશોદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ચિત્રાંકન-બ્યુટીફિકેશન કામગીરી કરાઇ

કેશોદ તા.૧૨: સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૧૯ અન્વયે શહેરી વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન કામગીરી અંતર્ગત શહેરમાં આવેલી સ્કૂલો લેઉવા પટેલ કન્યા વિનય મંદિર, સરકારી ગર્લ્સ સ્કૂલ, જી.ડી. વાછાણી કન્યા વિદ્યાલય, તમામ સ્કૂલોની વિદ્યાર્થીની બહેનો દ્વારા સ્વચ્છ સર્વેક્ષણને લગતા ચિત્રો, બ્યુટીફિકેશનને લગતી સુંદર કામગીરી લોક જાગૃતિ અર્થે કવામાં આવેલ. નગરપાલિકા દ્વારા કલર્સ વગેરે તમામ મટીરિયલ્સ પુરૂ પાડવામાં આવેલ દરેક સ્કૂલનાં આચાર્યશ્રી તથા સ્ટાફ તરફથી સારો એવો સહકાર મળેલ.

ગર્લ્સ સ્કૂલનાં શિક્ષક એચ.જે. ગોસ્વામી તરફથી બહેનોને સતત માર્ગદર્શન આપવામાં આવેલ અને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયેલ સર્વેક્ષણ પુરૂ થયા બાદ દરેક વિદ્યાર્થીની બહેનોને નગરપાલિકા દ્વારા પ્રમાણપત્ર વગેરે ઇનામ આપવા અંગેનું આયોજન કરવામાં આવેલ છે.

નગરપાલિકાના પ્રમુખશ્રી યોગેશભાઇ સાવલીયા તથા ચીફ ઓફિસરશ્રી પરબતભાઇ ચાવડાના સતત માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા હેડ વી.આર. ડઢાણીયા, કે.પી. ઓડેદરા તથા તેમની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવેલ. સર્વેક્ષણ અન્વયે કચેરી અધિક્ષકશ્રી વિઠલાણીભાઇ, ઓડીટરશ્રી ઠુંબરભાઇ તથા માવદીયાભાઇ તરફથી સતત ગાઇડ તથા માર્ગદર્શન આપવામાં આવેલ.

 

(9:43 am IST)