સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

મોરબીના ખાખરાળાની પરણીતાને સાસરિયાનો ત્રાસ :પતિ, સાસુ, નણંદ સહીત સામે ફરિયાદ

 

ટંકારાના હમીરપરના રહેવાસી અને હાલ મોરબી તાલુકાના ખાખરાળા ગામ રહેતા ડીમ્પલબેન રજનીકાંત ચીકાણી નામની પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પતિ રજનીકાંત કાનજીભાઈ ચીકાણી, સાસુ ગૌરીબેન, નણંદ નિમિષાબેન તેમજ કાકાજી સસરા એમ ચાર આરોપીઓએ અવારનવાર ઘરકામ બાબતે મ્હેણાં ટોણા મારી ગાળો બોલી ઢીકા પાટું માર મારી શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી છે.

(11:40 pm IST)