સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 12th January 2019

રાજ્યમાં તાલીમ પૂર્ણ કરનાર 21 પૈકી 19 ડીવાયએસપીને પોસ્ટિંગ:મોરબીના DYSP તરીકે મુકેશ ચૌધરીની નિમણુંક

 

મોરબી :રાજ્યમાં તાલીમ પૂર્ણ કરી ૨૧ પૈકીના ૧૯ ડીવાયએસપીને પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.જેમાં મોરબી જિલ્લા એક ડીવાયએસપીની નિમણુક કરવામાં આવી છે.

  રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા તાલીમ પૂર્ણ કરનાર ૨૧ ડીવાયએસપી પૈકીના ૧૯ ડીવાયએસપીને પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.જેમાં મોરબી જીલ્લમાં મુકેશ પી.ચૌધરીની નિમણુક કરવામાં આવી છે

 .મોરબી જીલ્લામાં વધુ એક ડીવાયએસપી જગ્યા ખાલી પડી હતી જેમાં ડીવાયએસપી તરીકે મુકેશ ચૌધરીની નિમણુક થતા મોરબી જીલ્લામાં ડીવાયએસપી ફરજ બજાવશે.

(11:43 pm IST)