સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th January 2018

જામનગરના હાપા પૂ. જલારામબાપા મંદિરનાં ર૧ વર્ષમાં પ્રવેશ નિમિતે મહોત્સવઃ ૧૧૧ પ્રકારના રોટલાનો અન્નકોટ

બુધવારે વડિલ વંદના રથનો ચોથા વર્ષમાં પ્રવેશ

જામનગર તા. ૧ર :.. હાપા રેલ્વે સ્ટેશનની સામે આવેલા જલારામ મંદિરનો આગામી તા. ૧૭ જાન્યુઆરી-ર૦૧૮ બુધવારે એકવીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, જામનગર અને શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ દ્વારા ૧૧૧ પ્રકારના રોટલાઓનો અન્નકુટ, વડીલ વંદના  રથનો ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે  વિશેષ જાહેરાત અને વડીલો માટેના ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમ વડીલોત્સવ એક ત્રિ-સતરીય મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.

પરમ પૂજય શ્રી જલારામ બાપાનો ૭’ ƒ ફુટનો વિશ્વ વિક્રમી રોટલો બનાવી ગિનેશ બુધ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલા રોટલા સહિત વિવિધ પ્રકારના અનાજ, કઠોળ, ડ્રાયફુટમાંથી બનાવવામાં આવનાર ૧૧૧ પ્રકારના ભાતીગળ રોટલાનો અન્નકુટ ઉત્સવ તા. ૧૭ જાન્યુઆરી ર૦૧૮, બુધવારે સાંજે પ થી ૭ જલારામ મંદિર હાપામાં થશે.

આજ દિવસે સવારે ૧૧ થી ૧ જલારામ મંદિર હાણા ખાતે વડીલો માટેના ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સંસ્થા દ્વારા ચાલતા વડીલ વંદના રથના ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ  નિમિતે સંસ્થા દ્વારા વિશેષ જાહેરાત કરવામાં આવશે. વડીલ વંદના રથને આગામી દિવસોમાં કાર્યરત રાખવા સંસ્થા કટીબધ્ધ છે. સંસ્થા દ્વારા પ્રથમ વર્ષમાં ૧રપ૬, દ્વિતીય વર્ષમાં ૧ર૭પ અને તૃતીય વર્ષમાં ૧ર૦પ સર્વ જ્ઞાતિય વડીલોને સંસ્થાના ત્રણ પેસેન્જર વાહનો દ્વારા શહેરના મુખ્ય દેવસ્થાનોનાં સમુહ દર્શનની અવિરત સેવા ચાલુ છે. સંસ્થાની આ પ્રવૃતિનો લાભ લેનાર દરેક  વડીલોનો સંસ્થા દ્વારા આભાર માનવામાં આવેલ છે.

ઉપરોકત ત્રિ-સતરીય મહોત્સવને સફળ બનાવવા જલારામ સેવા ટ્રસ્ટ જામનગર, જલારામ મંદિર જીર્ણોધ્ધાર સમિતિ-હાપા, શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ, જલારામ સત્સંગ મંડળ જલારામ મંદિર હાપા વતી મુખ્ય સંયોજક રમેશભાઇ દતાણી તથા ભરતભાઇ મોદી, નવનીતભાઇ સોમૈયા, રાજેશભાઇ પતાણી, જયેશભાઇ ધામેચા, કિરીટભાઇ દતાણી, જગુભાઇ ચંદારાણા, ભાવિનભાઇ ભોજાણી, ચંદ્રવદન ત્રિવેદી વગેરે જહેમત ઉઠાવી રહ્ના છે. ઉપરોકત મહોત્સવનો લાભ લેવા સર્વે ભાવિકોને સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. (પ-ર૦)

(2:19 pm IST)