સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th January 2018

સુરેન્દ્રનગર અલ્ટ્રાવિઝન સ્કુલમાં ફી મુદે હડતાલ-ચક્કાજામ

વઢવાણ તા.૧૧ : ગુજરાતભરમાં શિક્ષણ ફી વધારાના મામલામાં હડતાલ પાડી અને વિદ્યાર્થીઓ દ્વારા જયારે ધરણા-રસ્તા રોકો આંદોલન જેવા કાર્યક્રમ આપવામાં આવી રહ્ના છે.

આજે સુરેન્દ્રનગર અલ્ટ્રાવિઝન સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા આજે સવારથી જ શાળા બહાર આવી અને હડતાલ પાડી અને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

અલ્ટ્રાવિઝન સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના જાહેર માર્ગ ઉપર પસાર થતા વાહન વ્યવહાર પણ અટકાવ્યો હતો. શાળાના સંચાલકને પણ ઘેરાવ કરવામાં આવ્યો હતો. જયારે શાળાના સંચાલક દ્વારા વઢવાણ બી ડીવીઝન પોલીસ મથકે જાણકારી આપવામાં આવતા વઢવાણ બી ડીવીઝન પોલીસ ઘટનાસ્થળે દોડી આવેલ હતી.

ત્યારે પોલીસ પાર્ટી આવીને વિદ્યાર્થીઓની સમસ્યા જાણી અને વિદ્યાર્થીઓની શું શું માંગણીઓ છે તેની નોîધ કરી શાળાના સંચાલક સાથે બેઠક પણ કરવામાં આવેલ હતી ત્યારે કોર્ટમાં આવેલા નિર્ણયનો સંચાલક દ્વારા અમલ કરવામાં ન આવ્યો હોવાનું વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.

ત્યારે હાઇકોર્ટમાં જવાનો અને કેસ લડવા માટે ૧૩-૧ના રોજ કોર્ટ દ્વારા અપાયેલ નિર્ણયને હાઇકોર્ટમાં પડકારવાનો અને ત્યારબાદ જે હુકમ થાય તેનો અમલ કરવાનો સંચાલકે જણાવેલ હતુ.

સુરેન્દ્રનગર અલ્ટ્રા વિઝન સ્કુલમાં કોર્ટના નિતી નિયમ અને પાલન કરવા માટેના આદેશો અપાયા છે. દરેક શાળાએ પોતાની નક્કી કરેલ ફી અને કેટલી ફી ઘટાડી છે તેના બોર્ડ મુકવાના આદેશો આપવામાં આવ્યા છે.

છતા આજ દિન સુધી આ અલ્કા વિઝન સ્કુલવાળા અને સંચાલકો દ્વારા ન તો ફિ ઘટાડી છે કે નતો બોર્ડ મુકયા છે. હાલ પહેલાના ધારા ધોરણ મુજબ જ અભ્યાસ ચલાવાય છે અને ફી વસુલાત કરવામાં આવતી હોવાનું વિદ્યાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર અલ્કા વિઝન સ્કુલમાં ધો.૧રમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીએ જણાવેલ કે શાળામાં શાળાના સંચાલકો એવું જણાવે છે કે  ફી ઓછી થશે? તો શિક્ષક જે ટેલેન્ટ રાખ્યા છે એમને છુટા કરવા પડશે અને સામાન્ય શિક્ષક રાખવામાં આવશે. અનુભવી શિક્ષક છુટા કરવાય અને બીન અનુભવી શિક્ષકો લાવે તો શિક્ષણ અમારૂ કથળે... એવી ધાક-ધમકી આપવામાં આવે છે.

જયારે શાળા શિક્ષકે જણાવ્યું કે ફી મામલે વિદ્યાર્થીઓ જા રજુઆત કરે તો તેમના ઇન્ટરનલ મળતા માર્કો કાપી નાખવા માટેની ધાક ધમકી આપવામાં આવેલ હોવાનું જણાવવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓ અને શાળાના સંચાલકો આમને સામને આવી ગયા હતા. (૩-૧૦)

(2:18 pm IST)