જામનગરમાં ઉતરાયણની તડામાર તૈયારી... દોરા પતંગના વેચાણમાં તેજી
જામનગરવાસીઓને મીજાજ બદલી ગયો હોય તેવું જણાય છે વર્ષોથી ભાદરવામાસમાં પતંગ ચગાવતા જામનગરવાસીઓ બે વર્ષથી મકરસંક્રાંતિના દિવસે પતંગ ચગાવવા તરફ વળી રહ્યા હોય દોરા પતંગના વેચાણમાં પણ તેજીનો માહોલ શરૂ થયો છે વર્ષોથી રણજીતરોડ પર જ દોર પતંગનો વેપાર થતો હવે શહેરના દરેક વિસ્તારમાં દોર પતંગના સ્ટોલ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જામનગરવાસીઓ હાથ પાયેથી દોરનો જ ઉપયોગ કરતા રહ્યા છે ત્યારે અમદાવાદ, સુરત કે બરોડાના માંજા કરતા લોકલ હાથ પાયેલી દોરનું બજારમાં ચલણ વધુ જોવા મળી રહ્યું છે. અને ગ્રાહકોને આકર્ષવા રંગબેરંગી દોર પણ દરેક સ્થળે જોવા મળી રહી છે તો આ વર્ષે પતંગની વેરાયટી પણ વધી છે. બજારમાં થોકબંધ માલ ઠલવાયો છે ત્યારે ઉતરાયણના દિવસે આકાશમાં કેવો માહોલ સર્જાય તે જોવું રહ્યું (તસ્વીર : વિશ્વાસ ઠક્કર)