સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th January 2018

ધોરાજીમાં ચાઇનીઝ દોરાના વેચાણ સામે કડક પગલા લેવા લોક માંગ

ધોરાજી તા. ૧૨ : ઉત્તરાયણ એટલે પતંગ ઉડાવવાનો અને પરિવાર સાથે હળીમળીને ઉજવવાનો ત્યૌહાર. હાલમાં ઉત્તરાયણના તહેવારને માત્ર ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે ધોરાજીની બજારોમાં અવનવા પતંગોનું આગમન થઇ ચુકયું છે તેની સાથોસાથ ચાઇનીઝ દોરાનું પણ ખૂણે ખાચરે વેચાણ થઇ રહ્યાનું જાણવા મળ્યું છે.

ચાઇનીઝ દોરા પક્ષીઓના મોતનું કારણ બનતા હોય સંબંધીત તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જેથી આવા ચાઇનીઝ દોરાનું વેચાણ અટકે તેવી લોકમાંગણી ઉઠવા પામી છે.

(11:39 am IST)