સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th January 2018

મોરબીમાં મંજુરીના ૩.૫૦ લાખ માંગનાર કડીયાને હડધુત કરી ધમકી અપાઇ

જય હરેડી તથા તેના પિતા ચહલમણ સામે પોલીસમાં ફરીયાદ

મોરબી તા.૧૨ : મોરબીમાં કડીયાકામ કરનારને કામ પૂર્ણ થયા બાદ મજુરીના રૂપિયા લેવાના હોય જે સાડા ત્રણ લાખ રૂપિયા આપવાને બદલે પિતા-પુત્રએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને ધમકીઓ આપ્યાની પોલીસમાં ફરિયદ નોંધાઈ છે.

મોરબીની લક્ષ્મી સોસાયટીના રહેવાસી નાનજીભાઈ ભાણાભાઈ સારેલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી જય ચંહલમણ હરેડી અને ચંહલમણ હીરાલાલ હરેડી રહે. બંને નાગનાથ શેરી વાળા પાસેથી ફરિયાદીને કડિયાકામના ૩.૫૦ લાખ રૂપિયા લેવાના નીકળતા હોય જે રકમની માંગણી કરતા બંને પિતા-પુત્રએ ફરિયાદીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. મોરબી એ ડીવીઝન પોલીસે બંને આરોપી વિરુદ્ઘ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

(11:39 am IST)