સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 12th January 2018

ગોંડલ ખાતે શ્રી વરીયાવંશ પ્રજાપતિ જ્ઞાતિનો પાંચમો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

ગોંડલના ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જાડેજાના હસ્તે વિદ્યાર્થીઓને શીલ્ડ, ગીફટ આપી પ્રોત્સાહિત કર્યા

રાજકોટ, તા. ૧૧ :  ગોંડલ શ્રી વરીયા વંશ પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા ગોંડલ ખાતે પાંચમો વિદ્યાર્થી સન્માન સમારોહ તા. ૩૦ મી ડીસેમ્બરે યોજાઇ ગયો. સમારોહમાં જ્ઞાતિને માન આપીને ગોંડલના ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જાડેજા તથા રાજભા જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા  અને તેમનું ફુલહારથી સ્વાગત કરવામાં આવેલ. ધારાસભ્ય ગીતાબા જાડેજાએે વિદ્યાર્થીઓને શીલ્ડ તથા ગીફટ આપી સન્માનીત  અને પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે જ્ઞાતિજનો શ્રેષ્ઠીઓ વાલીઓ ખાસ હાજર રહ્યા હતા. કાર્યક્રમની ખાસ વિશેષતા એ હતી કે મહિલા કર્મચારીઓને સ્ટેજ ઉપર સ્થાન આપી મહિલાઓનું ગૌરવ વધારવાનો પ્રયત્ન થયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા જ્ઞાતિના પ્રમુખ શ્રી મનોજભાઇ મારડીયા મંત્રી શ્રી વિજયભાઇ મારડીયા તથા ઉ.પ્રમુખ વિઠ્ઠલભાઇ મોરીધ્રા, ખજાનચી રમેશભાઇ મોરીધ્રા, વિનુભાઇ મોરીધ્રા, અજયભાઇ મારડીયા, અશોકભાઇ મારડીયા, રમેશભાઇ વિસપરા, અમુભાઇ વિગેરે કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

(9:58 am IST)