સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th December 2019

વાંકાનેર પોલીસ દ્વારા એક કરોડથી વધુના દારૂના જથ્થાનો નાશ કરાયો

હાઈ વે પર ખુલ્લી જગ્યામાં રોલર ફેરવી દેવાયું : પૂઠ્ઠાના ખોખાને પણ બાળી નખાયા

વાંકાનેર સીટી અને તાલુકા પોલીસ મથક દ્વારા વિવિધ રેડમાં ઝડપી લેવાયેલ કુલ ૧ કરોડથી વધુની કિમતના દારૂનો નાશ કરવાની સુચના મળતા પોલીસ દ્વારા ૧.૦૬ કરોડના દારૂનો નાશ કર્યો હતો

   મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી વાંકાનેર સીટી અને વાંકાનેર તાલુકામાં પડેલ ઈંગ્લીશ દારૂનો જથ્થો નાશ કરવા વાંકાનેર કોર્ટમાંથી મંજુરી મેળવી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ એન એફ વસાવા, આબકારી શાખા સુપ્રીન્ટેનડન્ટ એચ જે ગોહિલ, વાંકાનેર સીટી પીઆઈ એચ એન રાઠોડ, વાંકાનેર તાલુકા પીએસઆઈ આર પી જાડેજા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં દ્રુણો નાશ કરવામાં આવ્યો હતો

  હાઈવે પર ખુલ્લી જગ્યામાં વાંકાનેર સીટી પોલીસ મથકના કુલ ૧૯ ગુન્હામાં ઝડપાયેલ ઈંગ્લીશ દારૂ બોટલ નંગ ૧૧૦૫૦ અને વાંકાનેર તાલુકાના ૩૫ ગુન્હાઓમાં ઝડપાયેલ દારૂ બોટલ નંગ ૧૯,૨૯૭ બોટલ સહીત કુલ બોટલ નંગ ૩૦,૩૪૯ કીમત રૂ ૦૧,૦૬,૭૮,૨૨૫ ના મુદામાલનો નાશ કરવામાં આવ્યો હતો અને દારૂના જથ્થા પર રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો અને પૂંઠાઓના ખોખાનો સ્થળ પર બાળી નાશ કરવામાં આવ્યો હતો

(12:48 am IST)