સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th December 2019

લાલપુર - તાલાળા - આમરણમાં ભૂકંપના આંચકા

૩.૦ થી ૨.૨ની તીવ્રતાના ધરતીકંપથી ધરતી ધ્રુજી : લોકોમાં ભય

રાજકોટ, તા. ૧૧ : આજે સવારથી બપોર સુધીમાં જામનગર અને ગીર સોમનાથ જીલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભય ફેલાયો છે.

ગાંધીનગર સ્થિત સીસ્મો ગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયુ છે કે  આજે સવારે ૮:૩૦ વાગ્યે ૨.૨ અને ૯.૯ વાગ્યે ૧.૦ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો ગીર સોમનાથ જીલ્લાના તાલાળામાં અનુભવાયો હતો.

થોડા દિવસો બાદ તાલાળામાં ફરીથી ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય પ્રસરી ગયો છે.

આજે બપોરે ૧૧.૧ વાગ્યે જામનગર જિલ્લાના લાલપુરમાં ૩.૦ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપથી લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.

આમરણના પ્રતિનિધિ મહેશ પંડ્યાના અહેવાલમાં જણાવાયુ છે કે આજે બપોરે ૧૨:૪૫ વાગ્યા આસપાસ આમરણમાં ૫ મિનિટ દરમિયાન ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. આ આંચકાથી વાસણ ખખડી ગયા હતા. તેમજ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા.

(1:20 pm IST)