સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th December 2019

વોર્ડ નં.રમાં વિકાસથી વંચિત રહી ગયેલા છેવાડાના માનવી વિકાસથી વંચિત ન રહી જાય તેવા ઉદ્દેશોને સાર્થક કરતા રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

જામનગરઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.રમાં ગાયત્રી મંદિરમાં માતાજીના સાનિધ્યમાં રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) એ નવા વર્ષના સ્નેહમિલનમાં આ વિસ્તારના રહેવાસીઓને આ વર્ષ સુખ-સમૃદ્ધિ-શાંતિ અને સૌની મનની મનોકામના પુરૂ કરનારૂ રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. સતત સાતમાં વર્ષે ધારાસભ્ય તરીકે પ્રજાની વચ્ચે જઇને વિકાસના કરેલા કામોનું હિસાબ મુકતા આનંદ અનુભવુ છું. આ વિસ્તારમાં સી.સી.રોડનું કામ હોય પાઇપ ગટરનું કામ હોય કે અન્ય કોઇ કામ હોય તે કામો કરવા માટે હું હંમેશા તત્પર રહ્યો છું એટલા માટે જ આ વિસ્તારના વિકાસના કામો માટે રૂપિયા એક કરોડ અઢાર લાખની ગ્રાન્ટ દ્વારા વિકાસના કામો કરાવેલ છે.  પ્લાસ્ટીકની જગ્યાએ કાગળની બેગનો ઉપયોગ કરવા આ વિસ્તારના લોકોને એક સ્મૃતિ ચિન્હરૂપે વિતરણ કરૂ છું.  છેવાડાના વિસ્તારના લોકોને વિકાસના ફળો પહોંચે તેવા હરહંમેશને માટે મારા પ્રયાસો રહ્યા છે.ે ભાજપ પ્રભારી કે.જી.કનખરા (કાકા) એ રાજયકક્ષાનામંત્રી હકુભા જાડેજાની આ કાર્ય પદ્ધતીને બિરદાવી હતી. તેઓએ જણાવ્યું હતું. કે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને ઘર-ઘર સુધી પહોંચાડવાનું કામ સાથે રાજય સરકારનું કામ હોય કે મહાનગરપાલિકાનું કામ હોય પ્રજાના કોઇપણ કામ માટે થઇને જો હરહંમેશને માટે તત્પર રહેતા હોય તો તે રાજયકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) છે. વોર્ડ નં.રમાં આવેલા ગાયત્રીમંદિર, ગાંધીનગર ખાતે લોકસંવાદ કાર્યક્રમમાં આ વિસ્તારના કોર્પોરેટરો જયેન્દ્રસિંહ ઝાલા, કિશનભાઇ માડમ, ચેતનાબેન પુરોહીત, જનકબા જાડેજા અને વોર્ડ નં.ર પ્રમુખ પ્રજ્ઞેશભાઇ ભટ્ટ તથા આ વિસ્તારના સ્થાનિક આગેવાનો પુર્વ મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા, હર્ષાબા પ્રવિણસિંહ જાડેજા(શિક્ષણ સમિતિ સભ્ય), ખુમાનસિંહ સરવૈયા, કે.જી.કનખરા (કાકા), દિલીપસિંહ કંચવા, સી.એમ.જાડેજા, દિલીપસિંહ જાડેજા (પુર્વ કોર્પોરેટર), દિલીપસિંહ જેઠવા, હિતેશભાઇ વસાણી, પ્રહલાદસિંહ જાડેજા, વિજયસિંહ ગોહિલ, કિશોરસિંહ સોઢા, વિજયસિંહ જેઠવા, ભરતસિંહ જાડેજા (માજી સૈનીક મં૯ળ), દાદલાભાઇ (માજોઠી સમાજ), બ્રિજરાજસિંહ સોઢા, ગજુભા જાડેજા, રાજુભાઇ ગઢવી, સંપતસિંહ ઝાલા, પ્રજ્ઞાબા સોઢા (ભાજપ મહિલા મોરચા કોષાધ્યક્ષ), ઇલાબા જાડેજા (પૂર્વ કોર્પોરેટર), હંસાબેન ત્રિવેદી, વર્ષાબેન રાઠોડ, ભારતીબા સોઢા, ભાવિશાબેન ધોળકીયા, ભાનુેન મકવાણા, જેતુનબેન ચોવસીયા, જીતુબેન ચોવસીયા, જયોતીબેન, હસુમતીબેન, સ્વરૂપબા જાડેજા, હર્ષાબા જાડેજા, આશાબેન પરમાર, મંજુબેન સોલંકી, પ્રભાતસિંહ જાડેજા, અભયસિંહ ગોહિલ એમ.ડી.જાડેજા, મુકેશભાઇ માતંગ, બળુભા જાડેજા, ખેડુભા જાડેજા, રતુભા જાડેજા, હરપાલસિંહ ઝાલા, દિપક મકવાણા મહાવિરસિંહ જાડેજા, જયરાજસિંહ વાઘેલા, અરવિંદસિંહ જાડેજા, તખુભા જાડેજા, દલપતસિંહ પરમાર, માલસીભાઇ ધુલીયા, વિશાલસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન મંત્રીના પી.એ.પ્રવિણસિંહ કે. જાડેજાએ કરેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુનિલભાઇ આશર, પ્રદ્યુમનસિંહ જાડેજા (પિન્ટુભાઇ), અક્ષય દવે, વિનય જાની, દિનેશ રાઠોડએ જહેમત ઉઠાવી હતી.

(1:19 pm IST)