સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th December 2019

ખંભાળિયાની ગોકીબાઈ સ્કૂલમાં પાણી-સ્વચ્છતાના પ્રશ્ને વિદ્યાર્થીઓને હાલાકી!

એક જ બિલ્ડીંગમાં સવાર-બપોર બે શાળા બેસતી હોવાથી : શાળાની આજુબાજુના કેટલાક લોકોએ વિદ્યાર્થીનીને બોલાવી વિડિયો વાયરલ કર્યો ?આચાર્યએ તમામ વાત ખોટી હોવાનું જણાવ્યું

ખંભાળિયા, તા.૧૧: ખંભાળિયાના શકિતનગર વિસ્તારમાં આવેલી ગોકીબાઈ સ્કૂલના બિલ્ડીંગમાં સવાર-સાંજ બે શાળા બેસતી હોવાથી પાણી અને સ્વચ્છતાનો પશ્ન અવાર નવાર બનતો હોવાથી શૌચાલયને તાડા મારવામાં આવતાં વિધાર્થીઓને હાલાકી પડી રહી છે. શકિતનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતી શાળા હોવાથી પાણી પૂરતાં પ્રમાણમાં ન મળતાં આ સમસ્યા છ શવારે સર્જાતી હોવાનું વાસ્તવિકમાં જાણવા મળ્યું છે.

 ગોકીબાઈ સ્કૂલની આસપાસ કેટલાક લોકોએ સ્કૂલની જ વિદ્યકર્થીનીને બોલાવી એક વિડિયો બનાવી વાયરલ કર્યો હતો. જેમાં બાળકીને શાળામાં શૌચાલય બાબતે પૂછપરછ કરવામાં આવે છે અને બાળકી જવાબમાં શાળાના શૌચાલયમાં પાણી ન આવતું હોવાથી તાળા મારી રાખવામાં આવે છે અને અમને સાહેબો બહાર બાથરૂમ જવા માટે કહે છે. આ અંગે શાળાના આચાર્યને પૂછતાં વિડિયો અંગે પોતે અજાણ છે. અને જો એવું વિડયોમાં કહેવામાં આવતું હોય તો તે ખોટી વાત છે. શૌચાલયો ખુલ્લા જ રાખવામાં આવે છે. કોઈને ના પાડવામાં આવતી નથી. શાળામાં ૨૮૦થી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરે છે અને કુમાર-કન્યાના બંન્ને ટોયલેટ અલગ અલગ છે અને તેમાં ચાર બ્લોક આવેલા છે. આવો કોઈ પ્રશ્ન છે નહીં. જો કે સવારે અમારા પછી બપોરે કુમાર શાળા બિલ્ડીંગમાં અભ્યાસ કરવા મા ટેબેસે છે. આથી પાણી અને સ્વચ્છતાં પ્રશ્ન થતો હોવાથી બંન્ને શિફટના શિક્ષકો પાસે શૌચાલયની ચાવી છે. કયારેક જ પાણી પુરતું ન હોય ત્યારે આ પ્રકારનો પ્રશ્ન સર્જાય છે બાકી રાબેતા મુજબ શૌચાલયને ખુલ્લું જ રાખવામાં આવે છે.

થોડા દિવસો પહેલા જ શાળાની આસપાસ કેટલાક પાનબિડીના દૂકાનદારોને શાળાની નજીક સીગારેટ-ગુટખા વહેંચવા પર પ્રતિબંધ ફરમાવી તંત્ર દ્વારા નોટીસ ફરકારવામાં આવી હોય જેનો ખાર રાખી આ પ્રકારનો વિડિયો વાયરલ કર્યા હોવાનું પણ ચચાઇ છે. હાલ સમગ્ર મામલે જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી પણ તથ્ય જાણવા તપાસ કરશે. તેમ જાણવા મળેલ છે.

(1:18 pm IST)