સાવરકુંડલાઃ મુસ્લિમ સમાજના કાર્યક્રમમાં પત્રકાર ગોરીનું સન્માન
સાવરકુંડલા, તા. ૧૧ : સાવરકુંડલા ખાતે મળેલ અમરેલી જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજના સ્નેહ મિલન અને સન્માનના કાર્યક્રમમાં અમરેલી જિલ્લા મુસ્લિમ અગ્રણી અને પત્રકાર ઇકબાલ ગોરીનું સન્માન કરવામાં આવ્યું.
તાજેતરમાં અમરેલી મુકામે અમરેલી જિલ્લાના મુસ્લિમ સમાજની પ્રગતિ ઉન્નની અને શૈક્ષણિક ક્ષેત્રે આગળ લાવવા અંગેની જિલ્લાના દિગ્ગજો મુસ્લિમ અગ્રણીઓનું સ્નેહ મિલન અને સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં વિવિધ ક્ષેત્રે સંકળાઇ ને મુસ્લિમ સમાજની સેવા કરતા તેજસ્વીઓનું સન્માન કરવામાં આવેલ હતું. જેમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પત્રકાર ઇકબાલ ગોરીની સમાજલક્ષી શ્રેષ્ઠી કામગીરી બદલ સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવેલ હતું.
આ સન્માન કાર્યક્રમમાં બુગાબાપુ મહેબુબ બાપુ, મુજફફરહસૈન સૈયદ એડવોકેટ રફીકભાઇ મોગલ, મુસાણીભાઇ રાજુભાઇ જોખીયા, પી.પી. સોજીત્રા , દિલશાહ શેખ, રફીકભાઇ ચૌહાણ, ફઝલભાઇ ચૌહાણ, સમીર કુરેશી, અજીત ગોરી, ઇકબાલભાઇ દામનગર વાળા, યુનુસભાઇ નુરી, રાજુભાઇ બિલખીયા વિગેરે જીલ્લાના આગેવાનનો જીલ્લાના શહેર અને તાલુકાના પ્રમુખો સામાજીક રાજકીય અને શૈક્ષણિક ક્ષેત્રે સંકળાયેલા મુસ્લિમ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા.