સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th December 2019

વનરાજ બાદ હવે ચોટીલા પંથકમાં દિપડાની એન્ટ્રી

મેવાસા (સુખસર)માં વાછરડાનું મારણઃ પાંજરૂ મુકવા ખેડૂતોની માંગણી

ચોટીલા-વઢવાણ, તા.૧૧: ચોટીલાનાં અંતરીયાળ મેવાસા (સુખસર) ગામે રાની પશુએ એક વાછરડાનું મારણ કરતા સવારે વન વિભાગને જાણ કરવામાં આવતા વન્ય કર્મીઓ દોડી ગયેલ હતા.

મેવાસા સીમ વિસ્તારમાં આવેલ કનુભાઇ જીલુભાઇનાં ખેતરમાં વાછરડાનુ મારણ કરેલ છે અને દિપડાએ સવારમાં સીમમાં દેખાદેતા નજરે જોનારે કરેલ વર્ણન અને મળેલા સગડ ઉપર થી દિપડો હોવાની પુષ્ટી થયેલ છે

મેવાસા, સુખસર, સુરૈઇ, ગઢેચી, હરણીયા, આસપાસનાં વિસ્તારમાં ભયનો માહોલ છવાયેલ છે અને લોકો રાત્રીનાં સમયે સીમ ખેતરમાં જતા પણ ડરે છે દિપડા ને વહેલી તકે પકડવામાં આવે તેમજ ખેતીની લાઇટ રાત્રીનાં બદલે દિવસની કરવા સ્થાનિકોએ માંગ કરેલ છે.

વન વિભાગે આસપાસની સીમમાં નિરીક્ષણ કરી ગામલોકોને સાવચેતી રાખવા સુચના આપેલ છે અને જરૂર જણાય પાંજરૂ મુકવાની તૈયારી દાખવે છે.

વનરાજના આગમન બાદ હવે દિપડાની ચોટીલા પંથકમાં એન્ટ્રી થતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(1:15 pm IST)