સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th December 2019

સુરેન્દ્રનગર જીલ્લામાં સતત ત્રીજા દિવસે મહેસુલી કર્મચારીઓની હડતાલ યથાવત

વઢવાણ, તા.૧૧: રાજય મહેસુલી કર્મચારી મહામંડળ દ્વારા મહેસુલી કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોના નિકાલની માંગ સાથે તારીખ ૯ ડિસેમ્બર થી રાજય વ્યાપી વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના અંદાજે ૩૦૦ થી વધુ કર્મચારીઓએ આજે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરીમાં  અચોક્કસ મુદ્દત પર હડતાળ પર ઉતરતા અને વિવિધ સરકાર સમક્ષ માંગણીઓનો નિકાલ લાવવા માંગ કરી હતી.તે સાથે ત્રીજા દિવસે પણ હડતાળ યથાવત રાખી છે.

મહેસુલી કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા કર્મચારીઓએ હવે સરકાર સામે આંદોલનનું રણશીંગુ ફુકયું છે. મહેસુલી કર્મચારીઓના બદલી, બઢતી, સિનિયોરીટીની યાદી તૈયાર કરવી સહીતના પ્રશ્નો અંગે લાંબા સમયથી સરકાર દ્વારા કોઇ નિર્ણય કરવામાં ન આવતા કર્મચારીઓમાં રોષ ફેલાયો છે.

તેમજ મહેસુલી કર્મચારીઓની નવી ભરતી કર્યા પહેલા કલાર્ક અને નાયબ મામલતદારો માટે જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન કરવું, ફીકસ પગારમાં નોકરી કરેલા કર્મચારીઓને ઇજાફા આપવા, અને વિવિધઙ્ગ મુજબ બાકી રહેલા ભથ્થા ચૂકવવા સહીતના પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવવા કર્મચારીઓની માંગ છે.

અને વિવિધ માંગણીઓ સાથે આજ થી મહેસુલ ના ૩૦૦ થી વધુ કર્મચારીઓ આજે અચોક્કસ મુદત પર હડતાળ પર ઉરતા આજે ત્રીજા દિવસે પણ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી અને વિવિધ ગામો માં મહેસૂલી કામો બંધ  રહેતા અરજદારોને ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા  છે.

ત્યારે આગામી સમયમાં આ મહેસુલી કર્મચારીઓ ની માગ સ્વીકારાય અને સરકાર નમતું જોખે તેવી મહેસુલી કર્મચારીઓ માગ કરી રહ્યા છે.

(1:15 pm IST)