સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th December 2019

જોરાવરનગર મેઇન બજારમાં એક શખ્સે દારૂ ઢીચી આતંક મચાવ્યોઃ વેપારી પર તલવારથી હુમલાની કોશિષ

સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના લીરા ઉડ્યા : વેપારીઓએ પોલીસને જાણ કરતા પોલીસ ૧ કલાક સુધી સ્થળ પર પહોંચી ન હતી.: વેપારીઓમાં રોષની લાગણી

વઢવાણ,તા.૧૧: સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ઠેર ઠેર દારૂ અને દેશી દારૂના અડ્ડા ઓ બેફામ અને બેરોક ટોક ચાલી રહા છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂડિયાઓનો દારૂ પીને અવારનવાર બજારો માં ખેલ કરતા નઝરે પડી રહા છે.ત્યારે જિલ્લા માં દારૂબંધીના કાયદા ના ચીંથરે હાલ બન્યાની લોક ચર્ચા જાગી છે.

જિલ્લાના નાના એવા જોરાવરનગર ગામ માં ગઈ કાલે સમી સાંજ ના સમયે બલાં ભાઈ નામ નો એક અજાણ્યો યુવક વેપારીને ત્યાં જઈને જેમ તેમ બોલી અને અભદ્ર ભાષા માં વેપારી સામે હાથ ઉપાડવાની કોશિશ કરી હતી.ત્યારે આજુબાજુના વેપારીઓ આ બલા નામના યુવક ને આખો ખસેડતા ભર બજાર માં વેપારીઓ સામે તલવાર કાઢી અને મારવા ની કોશિશ કરી હતી.

આ બાબતે જોરાવર નગર મેઈન બજારમાં લોકો એકઠા થઇને વેપારીઓ અને રહેવાસીઓ દ્વારા તુરંત પોલીસને જાણ કરવા માં આવી હતી.ત્યારે પોલીસ પણ ૧ કલાક સુધી દ્યટના સ્થળે ડોકવા માં પણ અસમર્થ નીવડી હતી.ત્યારે આ બાબતે બીજી વખત પોલીસને જાણ કરવામાં આવતા ગાડી ફિલ્ડમાં ગઈ છે આવે એટલે આવશે તેવું પોલીસ દવારા વેપારીઓને જણાવવામાં આવીયું હતું.

આ દારૂડિયાએ બજારમાં દારૂ પીને દંગલ કરતા વેપારીઓમાં રોસ વ્યાપ્યો હતો અને પોલીસ કામગીરી સામે પણ વેપારીઓ એ રોષ વ્યકત કર્યો હતો.ત્યારે અવારનવાર આવા જિલ્લા ની બજારો માં દારૂ પીને દંગલ ચાલી રહ્યા છે ત્યારે જિલ્લા માં દારુ બાંધી સામે અનેક જાત ના સવાલો ઉભા થયા છે.

આ બનાવમાં પણ દારૂડિયો ભાગી ગયો ત્યાર બાદ પોલીસ પહોંચતા પોલીસને જ દારૂ પીનારા અને વેચનારા પર કેસો કરવામાં રસ નથી તેવું વેપારીઓ એ રોષ ભેર જણાવ્યું હતું.(૨૨.૨૦)

(1:14 pm IST)