સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th December 2019

નરસિંહ મહેતા યુનિવસિટીમાં યુવા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જૂનાગઢઃભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં કોન્ફરન્સ હોલમાં ઈલેકટોરલ લીટરસી કલબ કાર્યક્રમ હેઠળ યુવા મતદાર જાગૃતિ કાર્યક્રમ જૂનાગઢ કલેકટરશ્રી ડો.સૈારભ પારદ્યીના અધ્યક્ષસ્થાને યોજાવામાં આવ્યો હતો. આ તકે ડો. સૈારભ પારદ્યીએ ઉપસ્થિત યુવા મતદારો વિદ્યાર્થીઓને જાગૃતિ અંગે સંબોધ કર્યું હતું.આ તકે વિસાવદર પ્રાંત અધિકારી તુષાર જોષી તથા મામલતદાર રોહિત અધારાને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમનું સફળ સંચાલન યુનિવર્સિટીના યુવા મતદાર જાગૃતિ અભિયાનના  નોડલ ઓફિસર શ્રી ડો.પરાગ દેવાણીએ કર્યું હતુ.  કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ફિરોજ શાહે કર્યું હતુ. જયારે આભારવિધિ મયંક સોનીએ કરી હતી. આ તકે નાયબ  ચૂંટણી અધિકારી સરવૈયા, વિધાર્થીઓ, યુનિવર્સિટીના સ્ટાફગણ,વિસાવદર બીએલઓ, નાયબ મામલતદાર અને અન્ય કર્મચારીગણ ઉપસ્થિત રહયા હતા.

(12:02 pm IST)