સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th December 2019

જામનગર જિલ્લામાં RTO દ્વારા HSRP નંબર પ્લેટો ફીટ કેમ્પ

વાહન ચાલકોને નિયત સ્થળે પ્લેટો ફીટ કરાવવા અપીલ

જામનગર તા.૧૧: જામનગર જિલ્લાની જાહેર જનતાને જણાવવાનુ કે વાહનવ્યવહાર કમિશનરશ્રીની કચેરી ગાંધીનગરનાં આદેશ મુજબ જુના વાહનોમાં HSRP ફીટમેન્ટ સારૃં આર.ટી.ઓ. જામનગર દ્વારા મુ.ધ્રોલ ખાતે તા.૧૨અને તા.૨૭, ઈન્ડિયા PUCની બાજુમાં ધોરાજી રોડ, કાલાવડ ખાતે તા.૧૯અને ૨૯/૧૨/૨૦૧૯, આહિર સમાજની ગેટની પાસે, રાધેશ્યામ મંડપ સેવાની બાજુમાં, મુ.લાલપુર ખાતે તા.૨૨/૧૨/૨૦૧૯ અને પટેલ પાર્ક પાસે, બાલાજી ઓટો, મુ.લાલપુર ખાતે ૧૪, સંતોષ મોટર્સ, હોન્ડા શો-રૂમની બાજુમાં મુ.જામજોધપુર ખાતે તા.૧૭અને તા.૨૮ડીસેમ્બર, ઉમિયા ફર્ટિલાઈઝર, ચાર ધામ પાસે, મુ.જોડિયા ખાતે તા.૨૧, નવા આરટીઓ સામે મુ.નાદ્યેડી ખાતે તા.૧૦, જય માતાજી હોટેલની બાજુમાં મુ. મોટી ખાવડી ખાતે તા.૧૫,  શ્રી કૃપા ટ્રાન્સપોર્ટ, મુ.સિક્કા પાટીયા ખાતે તા.૨૫અને દિવ્યમ કોમ્પલેક્ષ, ખોડીયાર કોલોની જામનગર ખાતે તા.૩૧દરમિયાન ખાસ HSRP ફીટમેન્ટ કેમ્પનુ સવારે ૧૦ૅં૦૦ કલાકથી સાંજે ૧૯ૅં૦૦ કલાક દરમિયાન આયોજન કરેલ છે. તો આ કેમ્પમાં બહોળી સંખ્યામાં ભાગ લઈ HSRPફીટ કરાવવા જાહેર જનતાને અવગત કરવામાં આવે છે.  

ઉપરના સમય અને સ્થળે HSRP ફીટ કરાવવા સારૃં www.hsrpgujarat.cંૃ ઉપર વાહનની વિગત તેમજ જરૂરી પુરાવા અપલોડ કરીને અરજી નંબર મેળવી આરટીઓ કચેરી ખાતે બારી નં.૧૯ ઉપર ફી ભરીને કેમ્પની રસીદ મેળવી વાહન સાથે ઉપરનાં સ્થળે હાજર રહેવા જણાવવામાં આવે છે. ઉપરોકત પ્રક્રિયા દરેક કેમ્પની તારીખથી બે દિવસ અગાઉ કરી લેવી જેથી એજન્સી દ્વારા લગત HSRP પ્લેટ બનાવવાનું પૂર્વ આયોજન થઈ શકે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી જામનગરની યાદીમાં જણાવાયું છે.

(12:00 pm IST)