સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th December 2019

પ્રભાસપાટણની દ્વારકેશ કોલોનીના નબળા રોડમાં તંત્ર ધ્યાન આપતું નથી

પ્રભાસપાટણ તા.૧૧ : પ્રભાસપાટણ સોમનાથ બાયપાસની બાજુમાં દ્વારકેશપાર્કમાં એક વર્ષ પહેલા રોડનું કામ શરૂ કરેલ છે જે આ સોસાયટીના લોકોએ ચીફ ઓફીસરને રૂબરૂ મળીને નબળુ કામ હોય લેખીતમાં રજૂઆત કરીને બંધ કરાવેલ હતુ. ફરીથી આ રસ્તામાં કામગીરી શરૂ કરાઇ છે. તેનુ કારણ ટુંક સમયમાં ન.પા.ની ચુંટણી આવે છે પરંતુ જે નિયમ મુજબ થતુ નથી. આ સોસાયટીમાં અમુક ઘરો રોડથી નિચાણવાળા છે જેથી આ રોડ ખોદીને આ સોસાયટીના રહીશો બનાવવાનુ કહે છે.

આ વર્ષે ભારે વરસાદને કારણે આ દ્વારકેશ સોસાયટી તેમજ ઘરોમાં પાણી ઘુસી ગયા હતા અને જો આ રોડ ફરીથી ખોદકામ કર્યા વગર બનાવાશે તો આ લોકોને સોસાયટીમાં રહેવુ મુશ્કેલ બનશે. આ સોસાયટીમાં ગટર કે ધોરીયા આવેલ નથી જેથી પાણી નીકાલ માટેની કોઇ સુવિધા નથી.

જયાં સુધી પાણીનો નિકાલ ન થાય તેમજ રોડ ખોદી અને નિચો ઉતારી કામ ન કરાઇ તો કામ બંધ કરવા માંગણી કરેલ છે. અને આમ નહી કરવામાં આવે તો હાઇકોર્ટના જાહેરહિતની અરજી કરવામાં આવશે તેમ સોસાયટીના અગ્રણી કિશોરભાઇ ગઢીયાએ જણાવેલ છે.

(11:59 am IST)