સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th December 2019

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાહનોમાં નવી નંબર પ્લેટ ફીટ કરવાના કેમ્પો

દેવભૂમિ દ્વારકા તા.૧૧: વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરી, ગાંધીનગરનાં આદેશ મુજબ જુના વાહનોમાં એચએસઆરપી ફીટમેન્ટ માટે એ.આર.ટી.ઓ. ખંભાલીયા દ્વારા દેવભૂમિ દ્વારકા જીલ્લાના જુદા જુદા સ્થળોએ ખાસ એચએસઆરપી ફીટમેન્ટ કેમ્પનું આયોજન કરેલ છે. જે મુજબ તા. ૧૨/૧૨/૨૦૧૯ ના રોજ દ્વારકા સોસાયટી મેઈન રોડ, દ્વારકા, તા. ૧૪/૧૨/૨૦૧૯ના રોજ પોલીસ ચેકપોસ્ટ ની બાજુમાં,જામરાવલ, તા. ૧૫/૧૨/૨૦૧૯ ના કલ્યાણપુર રોડ, છોટુ ઓટો ગેરેજ ની બાજુમાં, ભાટિયા, તા. ૧૭/૧૨/૨૦૧૯ના શિવ ZEROX ની બાજુમાં, સેવા સદન પાસે, ભાણવડ ખાતે ફીટમેન્ટ કેમ્પ યોજાશે.        

ઉપરાંત તા.૧૯/૧૨/૨૦૧૯ અને ૨૯/૧૨/૨૦૧૯ના ના સુરજકરાડી રોડ,હરસિદ્ઘિ સુપર માર્કેટ, રેલ્વે ફાટકની બાજુમાં,ઓખા-મીઠાપુર, તા. ૨૧/૧૨/૨૦૧૯ કલ્યાણપુર રોડ, છોટુ ઓટો ગેરેજ ની બાજુમાં, ભાટિયા, તા. ૨૨/૧૨/૨૦૧૯ તથા તા. ૨૫/૧૨/૨૦૧૯ ના રોજ ગવર્મેન્ટ ગેસ્ટ હાઉસ, કલ્યાણપુર, તા. ૨૭/૧૨/૨૦૧૯ ગામ ના મેઈન ચોક માં, બેરાજા તાલુકો ખંભાળીયા, તા. ૨૮/૧૨/૨૦૧૯ના દ્વારકા સોસાયટી મેઈન રોડ, દ્વારકા તેમજ તા. ૩૧/૧૨/૨૦૧૯ ના રોજ ખંભાળીયા તાલુકાના સોનારડી ગામે સવારના ૧૦-૦૦ થી સાંજના ૭-૦૦ દરમ્યાન કેમ્પ યોજાશે.

ઉપરના સમય અને સ્થળે એચએસઆરપી ફીટ કરાવવા માટે www.hsrpgujarat.com પર વાહનની વિગત તેમજ જરૂરી પુરાવા અપલોડ કરીને અરજી નંબર મેળવી આરટીઓ કચેરી ખાતે ણ્લ્ય્ભ્ વિભાગમાં ફી ભરીને અન્યથા ઓનલાઈન ફી ભરી કેમ્પની રસીદ મેળવી વાહન સાથે ઉપરનાં સ્થળે હાજર રહેવા જણાવવામાં આવે છે, ઉપરોકત પ્રક્રિયા દરેક કેમ્પની તારીખ થી બે દિવસ અગાઉ કરી લેવી જેથી એજન્સી દ્વારા લગત એચએસઆરપી પ્લેટ બનાવાનું પૂર્વ આયોજન  થઇ શકે.  જો અપના દ્વારા ઓનલાઈન ફી ભરેલ હોય તો ફી ભર્યા બાદ તમે જે સ્થળે અને તારીખે  નબર પ્લેટ ફિટ કરવાની હોય તેની માહિતી એસએમએસ થી ૮૮૬૬૨૨૫૨૫૪ ઉપર મોકલી આપવાની રહેશે જેથી આપની નંબર પ્લેટ તૈયાર કરી તે સ્થળ ઉપર લાવી શકાય.

(11:58 am IST)