સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th December 2019

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફોર વ્હીલર માટેની જીજે -૩૭-જેમાં બાકી રહેલ સીલ્વર તથા ગોલ્ડન નંબર માટે ઇ-ઓકસન

દેવભૂમિ દ્વારકા તા.૧૦, દેવભૂમિ દ્વારકા  જિલ્લા ની મોટરીંગ પબ્લીક ના વાહન માલિકોને જણાવવામાં આવે છે કે ફોર વ્હીલર માટેની જીજે -૩૭-જે માં બાકી રહેલા સિલ્વર તથા ગોલ્ડન નંબર માટે ઈ-ઓકશન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.

જે મુજબ ઓનલાઈન અરજી નો સમય ગાળો તા.૧૫/૧૨/૨૦૧૯થી તા.૨૧/૧૨/૨૦૧૯, ઇ-ઓકશન નો બિડિંગ કરવાનો સમય ગાળો તા.૨૨/૧૨/૨૦૧૯ સવારે ૧૦.૦૦  થી તા.૨૪/૧૨/૨૦૧૯ના સાંજે  ૬.૧૦ વાગ્યા સુધી ઇ-ઓકશનનું પરિણામ તા.૨૬/૧૨/૨૦૧૯ બપોરે ૧૨.૦૦ વાગ્યા પછી. શરતો અને પ્રક્રિયા ૧.વાહન માલિક સો પ્રથમ WWW.PARIVAHAN.GOV.IN  વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યુઝર આઈડી અને પાસવર્ડ મેળવવાનું રેહશે.ત્યાર બાદ સદર વેબ સાઇટ પર લોગીન કરી ને વાહન ખરીદી ના દિવસ-૭ ની અંદર ઓનલાઈન C N A ફોર્મ ભરવાનું રેહશે. ૨.વાહન માલિક ગોલ્ડન અને સિલ્વર અને અન્ય પસંદગીના નંબર પર થી કોઈ એક નંબર પસંદ કરીને ઓનલાઈન પેમેન્ટ પ્રકિયા પૂર્ણ કરીને ઓનલાઈન રસીદ મેળવી લેવાની રેહશે. ૩.વાહન માલિક પોતાની બીડ ઉપરોકત દર્શાવેલ સમય ગાળા દરમિયાન ૧૦૦૦ ના ગૂણાકમાં વધારી શકશે.૪.ઇ-ઓકશન ના અંતે નિષ્ફળ થયેલ અરજદારો એ રિફંડ માટે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ની કચેરી ખંભાલીયાનો સંપર્ક કરવાનો રેહશે. ૫.પસંદગી ના લાગેલ નંબરવાળા અરજદારોએ બાકી રકમનું ચુકવણું ઓનલાઈન દિવસ-૫ (પાંચ)માં કરવાનું રહેશે.જેમાં નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રિફંડ મળશે નહિ. તેમ એ.આર.ટી.ઓ. ખંભાળીયાની યાદીમાં જણાવામાં આવે છે.

(11:57 am IST)