સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th December 2019

જોડિયાધામ રામવાડી આશ્રમના મહંત પૂ. ભોલેદાસજી બાપુની પ્રથમ પૂણ્યતિથિ

વાંકાને, તા. ૧૧ :  જામનગર જિલ્લાના જોડીયાધામમાં શ્રી ઉદાસીન સંત કુટીર-રામવાડી આશ્રમના મહંત શ્રી ભોલેદાસજીબાપુની કાલે તા. ૧રને ગુરૂવારના માગસર સુદ પૂનમના રોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથી પૂ. ગુરૂદેવ મહંતશ્રી ભોલેદાસજીબાપુની છે.

થી ઇ.સ. ૧૯૭૩ આસપાસ જોડીયાધામમાં સૌ પ્રથમ શ્રી પંચનાથ મહાદેવ મંદિરે પૂ. મહંત સંતશ્રી ભોલેદાસજીબાપુ પધાર્યા હતા જયા ભજન-તપ કરીને ધૂણી ધખાવી હતી તેમજ શ્રી પિતાંબરભાઇ પટેલની વાડીએ મુકામ કરેલ હતો. પૂ. શ્રી ધરમલાલ બાપા અને રામવાડી નામ પાડેલ હતુ એ સમયમાં ઘીના અવેળા ભરેલા રહેતા હતા અને એક વાર સાધુ-સંતોના ભંડારા પ્રસંગે સંત પૂ. શ્રી જલારામબાપા પણ આ જગ્યામાં પધાર્યા હતા. જોડીયાની ઉંડ નદીમાં પાણી નહોતું આવતુ કુનડથી લાકડીની અણીએ પૂ. બાપા જોડીયામાં ઉંડ નદીમાં પાણી લાવ્યા હતા. એ જગ્યામાં પૂ. અને શ્રી ભોલેદાસજીબાપુ પધાર્યા અને આ જગ્યાને વધુ પાવન કરી. પૂ. મહંતશ્રી ભોલેદાસજી બાપુએ રામવાડીમાં અલખની ધૂણો ધખાવી અને ભજન-તપસ્યા કઠોર કરી અને જોડીયાના નગરજનોને સેવા અને ધર્મને  માર્ગ બતાવ્યો હતો.

ઇ.સ. ૧૯૭૭ આસપાસ પ્રાત : સ્મરણીય ૧૦૦૮ પૂજયપાદ સદ્ગુરૂદેવ શ્રી ભોલેબાબાજી પૂ. મહંત શ્રી ભોલેદાસજીબાપુના આગ્રહને માન આપી જોડીયા પધાર્યા હતા.

પૂ. ભોલેદાસજીબાપુની પ્રજાપતિની અને પૂ. સંતશ્રી ભોલેભાભાના આગમનથી  રામવાડીની જગ્યા વિશેષ પાવન બની. પૂ. ભોલેબાબાજીએ રામવાડીમાં ભજન-ભાવ શરૂ કર્યો અને અહીંયા અખંડ  શ્રી રામાયણજીની ચોપાઇના પાઠ-અનુષ્ઠાન શરૂ કરવાનુ કહ્યું અને પૂ. બાબાજીના આદેશ અનુસાર અખંડ શ્રી રામાયણજીની ચોપાઇના પાઠ-અનુષ્ઠાન શરૂ થયા... એક બે નહીં પુરા ૧૦૮ પાઠ જોડીયાના સૌ ભાવિક-ભકતજનોએ કર્યા અને આજે ૪ર વર્ષથી લગભગ દર શનિવારે સાંજના સુંદરકાંઠના પાઠ-હનુમાન ચાલીસા-દીપમાળાની દાદાની મહાઆરતી ઢોલ-નગારા અને શંખો દ્વારા થાય છે. રામવાડીમાં પૂ. ભોલેબાબાજીએ સાત સ્તભંનું ભવ્ય શ્રી જયોતિ સ્વરૂપ જયોતિ સ્વરૂપ બાબા હનુમાનજી મહારાજદાદાનું મંદિર બનાવાનું પૂ. બાબાજીના જોડીયાના અનન્ય સેવક શ્રી જેન્તીભાઇ વડેરાને આદેશ કર્યો. પૂ. બાબાજીની આજ્ઞા અનુસાર સાત સ્તંભનું મંદિર શનીભાઇ જેન્તીભાઇ વડેરાએ બનાવેલ છે. સૌ પ્રથમવાર જ સંગીત સાથે પ.પૂ. શ્રી મોરારીબાપુની રામકથા સંગીત સાથે પ્રથમવાર યોજાઇ હતી જે રામકથા જોડીયાની યાદગાર કથા બની ગયેલ હતી.

ભૂમિમાં પૂ. શ્રી મનહરલાલજી મહારાજની ભાગવત કથા પૂ. શ્રી રમેશભાઇ ઓઝા, પ.પૂ. શ્રી રામકૃષ્ણશાસ્ત્રીજી (કુઢેલીવાળા), શ્રી કિશોરદાસ અગ્રાવત (અલિયાબાડા વાળા), શ્રી હરશ્વરીબન જે. ફુલ (નવ) રામકથા રામવાડીમાં પૂ. મહંત શ્રી ભોલેદાસજીબાપુની નિશ્રામાં યોજાયેલ હતી. તેમજ આ જગ્યામાં અલ્હાબાદથી ચાર વખત શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી બેડા, નિર્વાણ અખાડાની જમાત આવી ગયેલ છે તેમજ અનેક જગ્યાઓના સંતો-મહંતો, તપસ્વી મહાત્માઓ રામવાડી માં આવી ગયેલા છે. કાલે પૂ. વંદનીય બ્રહ્મલીન મહંત શ્રી ભોલેદાસજી મહારાજની પ્રથમ વાર્ષિક પુણ્યતીથી નિતીમે પૂ. મહંતશ્રી ભોલેદાસબાપુના સમાધિ મંદિર ખાતે પૂ. બાપુના ચરણ પાદુકાનુ ગુરૂપૂજન સમાધી એ વિશેષ પૂજન, પૂ.બાપુના અલખધુણી ઉપર પૂજન જોડીયાધામ, રામવાડીના અનન્ય સેવક શ્રી જયોતિબેન શનીભાઇ વડેરા, મીનાબેન રાજુભઇ વડેરા, હર્ષદભઇ વડેર, વિજયાબેન તેમજ જોડીયા રામવાડીના સર્વે ભકતજનો રામવાડી ગ્રુપના યુવાનો, પૂ. સદ્ગુરૂ દેવ શ્રી ભોલેબાબાજીના ભકત સમુદાય વગેરે કરશે.

તેમજ આરતી પૂજા શ્રધ્ધાપૂર્વક કરવામાં આવશે. તેમ જોડીયા રામવાડીના ભકતજન શનીભાઇ વડેરા તેમજ હીતેશભાઇ રાચ્છની યાદીમાં જણાવાયું છે.

(11:57 am IST)