સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th December 2019

કચ્છમાંથી ત્રણ બોગસ તબીબ ઝડપાયા

ભુજ,તા.૧૧: પશ્ચિમ કચ્છ એલસીબીએ ભુજ અને મુન્દ્રા વિસ્તારમાંથી ત્રણ બોગસ તબીબો ઝડપી પાડ્યા હતા.

ભુજમાં ભીડ નાકા બહાર પ્રેકિટસ કરતા ૬૦ વર્ષીય અબ્દુલ ગફુર ઇબ્રાહિમ ચૌહાણ, ભુજ તાલુકાના સુમરાસર ગામેથી ૪૦ વર્ષીય અઝીઝ ઉમર થૈમ અને મુન્દ્રા તાલુકાના મોટા કાંડાગરા ગામેથી ગુલાબસિંહ લક્ષમણસિંહ વાદ્યેલાને કોઈ પણ જાતની ડીગ્રી વગર તબીબી પ્રેકિટસ કરતા ઝડપી પાડ્યા હતા.

પોલીસે ત્રણેય બોગસ તબીબો પાસેથી અલગ અલગ અંદાજીત સવા લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ દરોડા દરમ્યાન જિલ્લા આરોગ્યતંત્રની ટીમ સાથે રહી હતી. ત્રણેય તબીબો સામે ગુનો નોંધી પોલીસે તેમની અટક કરી હતી.

(11:54 am IST)