સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th December 2019

ગોંડલનું ગૌરવ વધારતા ચિત્રકાર નિરૂપમા ટાંક : કલાક્ષેત્રે એવોર્ડ

ગોંડલ તા.૧૧ : ચિત્રકાર નિરૂપમા ટાંકે કંડારેલા ચિત્રોના અનેક પ્રદર્શન યોજાયા છે. તેમને એવોર્ડ પણ મળેલ છે.

ચિત્રકાર નિરૂપમા ટાંકનો જન્મ પોરબંદરમાં થયેલ નાનપણથી જ એમને ચિત્રનો શોખ. બોર્ડ પર ચિત્રો દોરવા ગમે પણ ત્યાં કઇ સુવિધા ન હતી. તેમણે બીકોમ કરેલ અને મેરેજ પછી ગોંડલ બાદ ભાવનગર રહેવાનુ થયુ ત્યા ફાઇન આર્ટ હતુ ત્યા તાલીમ લઇ કલાની શરૂઆત કરી હતી. નેશનલ લેવલે આર્ટ કેમ્પ બ્રહ્માકુમારી શાંતિવન ખાતે ૨૦૧૮ અને ૨૦૧૯માં પાર્ટીશીપેટ કરેલ ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સંદેશો પાઠવળાવેલ.

ગુજરાત ગર્વમેન્ટ દ્વારા દર વર્ષે ગુજરાત દિપોત્સવી અંક બહાર પડે છે તેમાં ૨૦૧૯માં તેમનુ ચિત્ર મુખપુષ્ટ માટે સ્થાન પામ્યુ છે. વિમોચન મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા કરવામાં આવેલ તેમજ ૨૦૧૫માં પણ મુખપૃષ્ટ પર આવેલ ત્યારે આનંદીબેન પટેલ દ્વારા વિમોચન કરાયેલ. રાજકોટ ખાતે વુમન્સ ડે નિમિતે એક એકઝીબીશન યોજાયેલ જેમાં ગુજરાતના રરર મહિલાઓનું એકઝીબીશન હતુ ત્યારે અંજલીબેન રૂપાણી દ્વારા ઉદઘાટન તેમજ રાજકોટના મહારાણીશ્રી દ્વારા ઉદઘાટન કરવામાં આવેલ.

 ઉજૈન ખાતે નેશનલ લેવલે યોજાતા કાલીદાસ અકાદમી દ્વારા યોજાતા એકઝીબીશનમાં તેમનુ દર વર્ષે સિલેકશન થાય છે તેમજ ૨૦૧૭માં તેમની પસંદગી એક એવોર્ડ માટે થયેલ. ગોવા ખાતે ૨૦૧૪માં નેશનલ એકઝીબીશનમાં બેસ્ટ પેન્ટીંગનો એવોર્ડ મળેલ છે. તેમજ ગુજરાત લલીતકલા અકાદમીમાં તેમની કલાકૃતિને સ્થાન મળ્યુ છે. તેમણે ૪૮ જેટલા ગૃપ શો કર્યા છે ગુજરાતને બીજા રાજયમાં થઇને લગભગ ૭ થી ૮ વન મેન શો કરેલ છે. કેમ્પમાંપણ પાર્ટીશીપેટ કરેછે. ઇન્ટરનેશનલ કેમ્પ અમદાવાદ ૨૦૧૮ને ચિતોરગઢ કેમ્પ સાવલીયા ટેમ્પલમાં ઇન્ટરનેશનલ આર્ટીસ્ટો સાથે કામ કરેલ છે.

(11:52 am IST)