સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th December 2019

જસદણ તાલુકામાં મગફળી ખરીદ કેન્દ્રો વધારવાની વિનુભાઇની રજુઆત સફળ

રાજકોટ જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતાની ખેડૂતલક્ષી કામગીરી

રાજકોટ,તા.૧૧: જિલ્લા પંચાયતના કોંગીના સભ્ય અને શાસક પક્ષના નેતા વિનુભાઇ ધડુકે મગફળી કેન્દ્રો વધારવા માટે કરેલી રજુઆતને સફળતા મળી છે. કલેકટરે ગઇ કાલે સમીક્ષા કરી કેન્દ્રો વધારવાની સુચના આપ્યાનું વિનુભાઇ જણાવે છે.

વિનુભાઇએ ૩ દિવસ પૂર્વે કલેકટરને વિગતવાર પત્ર લખી જણાવેલ કે જસદણ તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે માત્ર બે જ કેન્દ્રો છે. જે ગતિથી ખરીદી પક્રિયા ચાલી રહી છે તે જોતા ૮ હજાર જેટલા ખેડૂતો મગફળી વેચવાથી વંચિત રહી જાય તેમ છે. પત્રમાં તેમણે જરૂર પડે તો ખેડૂત આંદોલન કરવાની પણ ચીમકી આપી હતી.

(11:51 am IST)