સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th December 2019

ગોંડલ વૈષ્ણવ સમાજ અને શુદ્વાદ્વૈત વૈષ્ણવ પાઠશાલાનું ગૌરવ

ગોંડલ તા.૧૧ : શ્રી નવનીતપ્રિય પ્રભુની અસીમ કૃપાથી શુદ્વાદ્વેત વૈષ્ણવ પાઠશાલા-ગોંડલ છેલ્લા ૭૪ વર્ષથી કાર્યરત છે. જેમાં નાના નાના બાળકો પુષ્ટિમાર્ગનું પાયાનું જ્ઞાન મેળવી રહ્યા છે અને અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રી મદ વલ્લભાચાર્યજી એ આપેલ પુષ્ટિમાર્ગીય સિધ્ધાંતો નો અભ્યાસ કરી પોતાના જીવનમાં નાનપણથી જ શ્રી ઠાકોરજી પ્રત્યેનો શુધ્ધઙ્ગ ભાવ દ્રઢ કરી રહ્યા છે. આ પાઠશાલાના બાળકો છેલ્લા ૧૯ વર્ષથી પ્રતિ વર્ષ ડિસેમ્બર માસ માં યોજાનાર શ્રી હરસાનીજી બાલ યુવા સન્માન પરિતોષિક સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છે આ સ્પર્ધા સમગ્ર ગુજરાત લેવલ પર હોવાથી ગુજરાત ના અલગ અલગ શહેરો માથી વૈષ્ણવ બાળકો અમદાવાદ ખાતે આવેલ વલ્લભસદન માં આવી અને જુદી જુદી સ્પર્ધા જેવી કે પુષ્ટિમાર્ગીય કિવઝ, કીર્તન સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા તેમજ ચિત્ર સ્પર્ધામાંઙ્ગ ભાગ લેતા હોઈ છે. આ સ્પર્ધા નું આયોજન આ વર્ષે ૮ ડિસેમ્બર – રવિવાર ના રોજ અમદાવાદ ખાતે થયેલ તેમાં ગોંડલ પાઠશાલાના કુલ ૩૦ વિદ્યાર્થીઓ એ અલગ અલગ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો ર્ંજેમાં આપણે સૌ ગોંડલ ના વૈષ્ણવ સમાજ ને જેના પર ગૌરવ લેવું પડે તેવા ૪ વિદ્યાર્થીઓ છાટબાર ઋતુ (પુષ્ટિમાર્ગીય કિવઝ -પ્રથમ વિભાગ) , લાખાણી અનુરાગ (પુષ્ટિમાર્ગીય કિવઝ – બીજો વિભાગ) , કડેચા દેવાંશી (ચિત્ર સ્પર્ધા – પ્રથમ વિભાગ) અને ધોળકિયા જીતેન (ચિત્ર સ્પર્ધા – બીજો વિભાગ)ઙ્ગ કે જેઓ એઙ્ગ સમગ્ર ગુજરાત માં પ્રથમ નંબર મેળવી અને ગોંડલ ની ખ્યાતિ સમગ્ર ગુજરાતમાં પ્રસરાવી હતી.ર્ં આ સિવાય પાઠશાલાના બીજા બાળકોના પણ અલગ અલગ સ્પર્ધામાં અલગ અલગ નંબર આવેલ. આમ કુલ ૩૦ માથી ૧૩ બાળકો એ નંબર પ્રાપ્ત કરેલ જે એક અનોખો વિક્રમ છે. પાઠશાલા ના આવા અદ્દભુત પ્રદર્શન બદલ ગોંડલ વૈષ્ણવ સમાજ ના અગ્રણીઓએ બધા બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા તેમજ બધા બાળકોના સન્માન નો કાર્યક્રમ નજીકના દિવસોમાં કરવાની જાહેરાત કરી હતી. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(11:51 am IST)