સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th December 2019

પડધરીના ખંઢેરીમાં મનવીરભાઇ ડાંગર ઉપર હિરેન ડાંગરનો ધોકાથી હુમલો

જમીનના વિવાદ વચ્ચે વાડીમાં તાર નાંખતા ડખ્ખો થયો

પડધરી, તા. ૧૧ : પડધરીના ખંઢેરી ગામે જમીનના ચાલતા વિવાદ વચ્ચે વાડીમાં તાર નાંખતા આહીર યુવાન પર ધોકાથી હુમલો થતા પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ પડધરીના ખંઢેરી ગામે રહેતા મનવીરભાઇ મેણાંદભાઇ ડાંગર ઉપર તેજ ગામના હિરેન લાભુભાઇ ડાંગર લાકડાના ધોકાથી હુમલો કરી મારી નાંખવાની ધમકી આપતા મનવીરભાઇને જમણા હાથમાં ફેકચર થઇ ગયું હતું. ઇજાગ્રસ્ત મનવીરભાઇ અને હિરેનને જમીન બાબતે વિવાદ ચાલુ હોય હિરેને ફરીયાદી મનવીરભાઇની વાડીમાં તાર નાંખેલ જે તાર નાંખવાની ના પાડતા હિરેને ઉશ્કેરાઇ જઇ મનવીરભાઇ પર હુમલો કર્યો હતો. આ અંગે મનવીરભાઇ ડાંગરે હિરેન ડાંગર સામે પડધરી પોલીસ મથકમાં ફરીયાદ કરતા પીએસઆઇ એન.આર. કદાવલાએ તપાસ હાથ ધરી છે.

(11:48 am IST)