સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th December 2019

પરવીન મકવાણાનુ રાજયપાલના હસ્તે એવોર્ડ આપી સન્માન

દસાડા તાલુકાની જૈનાબાદની વિદ્યાર્થી

વઢવાણ તા.૧૧: સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દસાડા તાલુકાના જેનાબાદ ખાતે મુસ્લિમ સમાજની યુવતીને રાષ્ટ્રપતિ દ્વારા ચંદ્ર કાપી અને સન્માનિત કરવામાં આવતા મુસ્લિમ સમાજમાં હર્ષોઉલ્લાસની લાગણી છવાઇ જવા પામી છે.જેનાબાદ ખાતે કાળુભાઇ મકવાણાની પુત્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી ત્યારે આ પરવીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન ઉજળી કારકિર્દી બનાવતા જેને રાજ્યપાલના હસ્તે વર્લ્ડ મેડલ આપીને સન્માનિત કરાયા હતા. વિદ્યાર્થીની પરવીનને ઠેર-ઠેરથી અભિનંદન વર્ષા થઇ રહી છે.

(11:48 am IST)