સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 11th December 2019

પોરબંદરમાં છત્તીસગઢના પ્રેમી પંખીડા ઝડપાયા

પ્રેમી મચ્છીની ફેકટરીમાં નોકરી કરતાની બાતમી બાદ છત્તીસગઢ પોલીસ પોરબંદર આવેલઃ હાર્બર મરીન પોલીસની મદદથી ઝડપાયાં

પોરબંદર તા. ૧૧: છત્તીસગઢ રાજયમાંથી નાસીને પોરબંદરમાં આવેલ પ્રેમી પંખીડાને હાર્બર મરીન પોલીસની મદદથી છતીસગઢની પોલીસે પોરબંદર આવીને પકડી પાડયાં હતાં.

છત્તીસગઢમાંથી નાસીને પોરબંદર આવેલ અવલોક વિપુલ મંડેલ રે. બંગાપુર જિ. બલરામપુર (છત્તીસગઢ) તેમજ તેની સાથે રહેલ નિર્મલા કાશી ગીરધર કાશી રે. સાંદોજ જિ. બલરામપુરવાળાને હાર્બર મરીન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ લાખાભાઇ ભીમાભાઇ સુવા તથા કોન્સ્ટેબલ પરેશભાઇ જયંતીભાઇ પીઠીયાની મદદથી પકડી પાડેલ હતાં.

રેમી અવલોક જાવરની મચ્છીની ફેકટરીમાં કામ કરતો હોવાની બાતમીના આધારે છત્તીસગઢની પોલીસ પોરબંદર આવેલ અને પ્રેમી પંખીડાને પકડીને લઇ ગયેલ છે.

(11:45 am IST)